ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / SITની રચના બાદ હવે કૌભાંડી અધિકારીઓ ACBની રડાર પર, તપાસ તેજ

એક્શન / SITની રચના બાદ હવે કૌભાંડી અધિકારીઓ ACBની રડાર પર, તપાસ તેજ

Published By: Priykant Shrimali

Last Updated: 12:39 PM, 6 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar Land Scam : ચર્ચા મુજબ અધિક કલેક્ટર આર.કે. ઓજા તેમજ ચર્ચિત અધિકારી મયુર દવેની સંપત્તિ અંગે તપાસ થવાની શક્યતા તો નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની આવક કરતાં વધુ મિલકત હોવાની ચર્ચા

ADVERTISEMENT

Surendranagar Land Scam : સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના થયા બાદ સરકારી વહીવટીતંત્રમાં હલચલ જોવા મળી રહી છે. વાસ્તવમાં SIT બન્યા પછી હવે તપાસનો રેલો કેટલાક ચર્ચાસ્પદ અધિકારીઓ તરફ વળતો હોવાની ચર્ચા છે.

શું છે સમગ્ર મામલો ?

વાસ્તવમાં તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત કુલ ચાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફરિયાદ બાદ ACB દ્વારા તેમના નજીકના અધિકારીઓની આવક અને સંપત્તિ અંગે પણ ચકાસણી કરવામાં આવી શકે છે એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. ચર્ચા મુજબ અધિક કલેક્ટર આર.કે. ઓજા તેમજ ચર્ચિત અધિકારી મયુર દવેની સંપત્તિ અંગે તપાસ થવાની શક્યતા છે. આ ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની આવક કરતાં વધુ મિલકત હોવાની ચર્ચા પણ સામે આવી રહી છે.

સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિશે એવી ચર્ચા છે કે, તેમની પાસે પાંચ કરોડ રૂપિયાથી વધુની મિલકત હોઈ શકે છે, જોકે આ બાબતે હજી સત્તાવાર રીતે કોઈ નિવેદન સામે આવ્યું નથી. બીજી તરફ ચર્ચિત અધિકારી મયુર દવે પોતાની મિલકત સગેવગે કરવાની પ્રક્રિયા શરૂ કરી હોવાની પણ ચર્ચા છે, જેનાથી સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. જોકે હાલ ACB અને SIT દ્વારા તપાસની પ્રક્રિયા ચાલુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ તરફ સુરેન્દ્રનગના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. ACBએ અધિક નિયામક બિપિન આહિરની અધ્યક્ષતામાં 7 સભ્યોની SIT ની રચના કરી છે. અમદાવાદમાં ACBના નાયબ નિયામક બી.જે. પંડ્યાનો SIT માં સમાવેશ થયો છે. રાજકોટના ACBના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલનો એસઆઈટીમાં સમાવે, અમદાવાદ ACBના મદદનીશ નિયામક આર.બી.દેસાઈનો SITમાં સમાવેશ, અમદાવાદ શહેર ACBના PI ડી.એન.પટેલ અને સુરેન્દ્રનગર ACBના PI એમ.ડી.પટેલનો એસઆઈટીમાં સમાવેશ કર્યો છે. મોરબી ACBના PI પી.એ.દેકાવાડિયાનો પણ SITમાં સમાવેશ કરાયો છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિત 4 લોકો સામે ACBમાં તપાસ કરી રહી છે.

પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસમાં સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. EDએ ધરપકડ કરતા રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાયા છે. સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શન ઓર્ડર બહાર પાડ્યો છે. 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ હાલ પાંચ દિવસના રિમાન્ડ પર છે. માહિતી પ્રમાણે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દિલ્હી લઈ જાય તેવી શક્યતા છે. ED રાજેન્દ્ર પટેલને દિલ્હી લઈ જઈને વધુ તપાસ કરી શકે છે.

લાંચના પૈસાના રોકાણ અંગે ચાલી રહી છે તપાસ

નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પૂછપરછમાં ઘણા ખુલાસા થયા. આ પછી ED નાયબ કલેક્ટર, ચીટનીશ અને PAને પણ સમન્સ પાઠવશે. નાયબ મામલતદારની પૂછપરછમાં કલેક્ટર સહિત અન્ય અધિકારીઓના નામ સામે આવ્યા છે. ત્યારે કલેક્ટરના રિમાન્ડ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) નાયબ કલેક્ટર, ચીટનીશ અને કલેક્ટરના પી.એ.ને સમન્સ પાઠવશે. હવે ED એ મુદ્દે તપાસ કરી રહી છે કે કલેક્ટર લીધેલ લાંચના રૂપિયા ક્યાં રોકાણ કરતાં હતા.

રાજેન્દ્ર પટેલની નજીકના અધિકારીની થશે પૂછપરછ

ED દ્વારા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની નજીકના અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. બુધવારે બપોર પછી રાજેન્દ્ર પટેલને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન NA (બિનખેતી) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી. લાંબી પૂછપરછ બાદ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી બે દિવસ અગાઉ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

નિવાસસ્થાનેથી તપાસમાં શું-શું મળ્યું?

EDની ટીમોએ પૂર્વ કલેક્ટરના નિવાસસ્થાને મોડીરાતથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મહત્ત્વની ફાઇલો, દસ્તાવેજો તેમજ ઘરના લોકરમાંથી સોના-ચાંદીની કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી. આ કેસની શરૂઆત 23 ડિસેમ્બર, 2025ના રોજ થઈ હતી, જ્યારે EDએ સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી બાદ ACBમાં લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા સામે ગુનો નોંધાયો હતો.

નાયબ મામલતદાર પાસેથી મળી 67 લાખની રોકડ

EDની તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી તેમના બેડરૂમમાં છુપાવેલી 67.50 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. માહિતી પ્રમાણે, ચંદ્રસિંહ મોરીએ પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે, આ રકમ જમીનના હેતુફેર (CLU/NA) માટે અરજદારો પાસેથી સીધી કે વચેટિયાઓ મારફતે લેવામાં આવેલી લાંચની રકમ છે. ચંદ્રસિંહ મોરીએ આ લાંચમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલાની પણ સંડોવણી હોવાનું સ્વીકાર્યું.

EDને મળેલા દસ્તાવેજો અને નિવેદનો અનુસાર, જમીન NA કરાવવા માટે સ્ક્વેર મીટર દીઠ 10રૂપિયાના દરે લાંચ લેવામાં આવતી હતી. કુલ મળીને અંદાજે 1 કરોડ રૂપિયાની લાંચ લેવાઈ હોવાના પુરાવા સામે આવ્યા છે. તપાસ દરમિયાન EDને એક મહત્ત્વની પ્રિન્ટેડ શીટ મળી, જેમાં ઓનલાઇન અરજી નંબર, જમીનની વિગતો, સર્વે નંબર, અરજીનો પ્રકાર તેમજ દરેક અરજદાર પાસેથી લેવામાં આવેલી લાંચની નોંધ હતી. આ શીટ મુજબ 2.61 લાખ સ્ક્વેર મીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખથી વધુની લાંચ લેવામાં આવી હતી. શીટના નીચેના ભાગે પેનથી અલગ-અલગ વ્યક્તિઓને આપવાની રકમની નોંધ પણ મળી આવી.

આ પણ વાંચો : પહેલા BTP, પછી ભાજપ અને હવે કોંગ્રેસનો હાથ થામશે મહેશ વસાવા? ચૂંટણીમાં નોંધાવી શકે ઉમેદવારી

સોલાર પ્લાન્ટ માટે જમીન સંપાદન પણ તપાસ હેઠળ

સુરેન્દ્રનગર જિલ્લામાં સોલર પ્લાન્ટ માટે થયેલા મોટે પાયે જમીન સંપાદન પણ EDની તપાસના દાયરામાં આવી ગયું છે. નળસરોવર, ધ્રાંગધ્રા, લખતર અને પાટડી જેવા વિસ્તારોમાં થયેલા જમીન વ્યવહારો અંગે શંકા ઊભી થઈ છે. તપાસ દરમિયાન કલેક્ટરના બંગલામાંથી 100થી વધુ ફાઇલો જપ્ત કરવામાં આવી. આ સમગ્ર કૌભાંડમાં કલેક્ટર, નાયબ મામલતદાર, પીએ, ક્લાર્ક અને એક વકીલ સહિત પાંચ લોકોના નિવાસસ્થાન EDની તપાસનું મુખ્ય કેન્દ્ર હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Land Scam Former Collector Rajendra Patel Surendranagar ACB action

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ