ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / પહેલા BTP, પછી ભાજપ અને હવે કોંગ્રેસનો હાથ થામશે મહેશ વસાવા? ચૂંટણીમાં નોંધાવી શકે ઉમેદવારી
Last Updated: 11:39 AM, 6 January 2026
ADVERTISEMENT
Mahesh Vasava News : ગુજરાતની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં ગુજરાતની આદિવાસી રાજનીતિમાં એક ઓળખાતું નામ મહેશ વસાવા હવે ચર્ચામાં આવ્યા છે. વિગતો મુજબ ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય રહેલા મહેશ વસાવાને લઈ હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ દ્વારા યોજાનારી જન આક્રોશ રેલીના સમાપન સમારોહ દરમિયાન મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. જો એવું થાય તો આદિવાસી વિસ્તારોની રાજનીતિમાં મહત્વપૂર્ણ બદલાવ આવી શકે છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, મહેશ વસાવા પહેલા BTP (ભારતીય ટ્રાઇબલ પાર્ટી) સાથે જોડાયેલા રહ્યા હતા. તે પહેલાં તેઓ ભાજપમાં પણ હતા, પરંતુ ત્યાં તેમને યોગ્ય સ્થાન અને તક ન મળતા તેમણે પક્ષ છોડ્યો હતો. બાદમાં BTPની રચનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે BTP અને ભાજપ બાદ કોંગ્રેસ તરફ તેમની આગળની રાજકીય સફર શરૂ થવાની ચર્ચાઓએ હાલ વેગ પકડ્યો છે.
ADVERTISEMENT
કોણ છે મહેશ વસાવા ?
મહેશ વસાવા જાણીતા આદિવાસી નેતા અને છોટાઉદેપુર વિસ્તારના દિગ્ગજ રાજકારણી છોટુ વસાવાના પુત્ર છે. તેમના પિતાની રાજકીય વારસાની અસર આજે પણ આ વિસ્તારમાં જોવા મળે છે. મહેશ વસાવાની લોકપ્રિયતા ખાસ કરીને આદિવાસી સમાજમાં સારી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : હવે સુરતની ડિસ્ટ્રીક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ
ADVERTISEMENT
તો શું તેઓ કોંગ્રેસથી ચૂંટણી લડશે ?
સૂત્રો મુજબ મહેશ વસાવા આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. ખાસ કરીને ઝઘડિયા બેઠક પરથી તેઓ ચૂંટણી લડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો તેઓ કોંગ્રેસમાં જોડાય છે, તો પાર્ટીને આદિવાસી વિસ્તારમાં નવી મજબૂતી મળી શકે છે. વ્યવસાયે ખેડૂત એવા મહેશ વસાવા જમીન સાથે જોડાયેલા નેતા તરીકે ઓળખાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT