ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / લેસ્બિયન પાર્ટનર સાથે રહેવા ન મળતાં કિશોરીએ એસિડ ગટગટાવી લીધું, સુરતની ચકચારી ઘટના

ક્રાઇમ / લેસ્બિયન પાર્ટનર સાથે રહેવા ન મળતાં કિશોરીએ એસિડ ગટગટાવી લીધું, સુરતની ચકચારી ઘટના

Published By: Priykant Shrimali

Last Updated: 12:39 PM, 16 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Crime : બંને બહેનપણીઓ વચ્ચે ખૂબ નજીકનો સંબંધ હતો અને તેઓ સતત સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા પરિવાર દ્વારા બંનેને અલગ રાખવાનો નિર્ણય લેવાતા કિશોરીએ...

ADVERTISEMENT

Surat Crime : સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના અમરોલી વિસ્તારમાં 17 વર્ષની સગીરાએ એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનાના મૂળમાં બે બહેનપણીઓ વચ્ચેનો ગાઢ લાગણીસભર સંબંધ હોવાનું સામે આવ્યું છે.

પરિવારે લેસ્બિયન પાર્ટનર સાથે રહેવાની મંજૂરી ન આપી અને...

મૃતક કિશોરી પોતાના ભાઈ સાથે સુરતમાં રહેતી હતી, જ્યારે પરિવારના અન્ય સભ્યો ઉત્તર પ્રદેશમાં વસવાટ કરે છે. બંને બહેનપણીઓ વચ્ચે ખૂબ નજીકનો સંબંધ હતો અને તેઓ સતત સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા હતા. પરિવાર દ્વારા બંનેને અલગ રાખવાનો નિર્ણય લેવાતા કિશોરી માનસિક રીતે ભારે તણાવમાં આવી ગઈ હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.

વિગતો મુજબ ઘટનાના દિવસે સગીરાએ પોતાના ભાઈને ઠંડું પીણું લાવવા બહાર મોકલ્યો હતો. ભાઈ પરત ફર્યો ત્યારે તે ઘરમાં બેભાન હાલતમાં મળી આવી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે તેણે એસિડ પી લીધું હતું. તરત જ સ્થાનિક લોકોની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ અંતે તેનું મોત થયું હતું.

આ પણ વાંચો : હવે અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો, નવા ભાવથી બજેટ ખોરવાયું, જાણો કેટલો?

શું કહ્યું પરિવારે ?

આ તરફ પરિવારના જણાવ્યા અનુસાર, સગીરા પોતાની બહેનપણીથી દૂર રહેવાની કલ્પના પણ કરી શકતી નહોતી. થોડા દિવસો પહેલા બંનેએ સાથે રહેવા માટે ઘર છોડવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેઓ સુરત રેલવે સ્ટેશન સુધી પહોંચી ગયા હતા, જ્યાં પોલીસ દ્વારા બંનેને શોધી પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનાથી બંને વચ્ચેના લાગણીસભર સંબંધ અંગે પરિવારજનોને જાણ થઈ હતી. હાલ સમગ્ર મામલે સુરત પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ પરિવારજનોના નિવેદનો તેમજ અન્ય પરિસ્થિતિઓના આધારે આ આત્મઘાતી પગલાં પાછળનું સાચું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Emotional Relationship Surat Amroli Incident

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ