ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / હવે અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો, નવા ભાવથી બજેટ ખોરવાયું, જાણો કેટલો?

મોટા સમાચાર / હવે અદાણીએ CNGના ભાવમાં વધારો કર્યો, નવા ભાવથી બજેટ ખોરવાયું, જાણો કેટલો?

Published By: Priykant Shrimali

Last Updated: 12:26 PM, 16 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adani Gas Price : પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવથી બચવા માટે ઘણા વાહનચાલકો CNG તરફ વળ્યા હતા, પરંતુ હવે CNGના સતત વધતા ભાવો તેમના માટે નવી મુશ્કેલી બની રહ્યા છે

ADVERTISEMENT

Adani Gas Price : ગુજરાતમાં વાહનચાલકો માટે ફરી એકવાર મોંઘવારી માર સહન કરવાનો વારો આવ્યો છે. વાસ્તવમાં અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત CNG વિતરણ વ્યવસ્થામાં પ્રતિ કિલો 2.24 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે આજથી એટલે કે 16 મે થી અમલમાં આવી ગયો છે. આ ભાવવધારાને કારણે ખાસ કરીને મધ્યમ વર્ગ અને રોજિંદા મુસાફરી કરતા લોકોના બજેટ પર સીધી અસર જોવા મળશે.

નવા ભાવ વધારા બાદ હવે CNGનો દર પ્રતિ કિલો 86.1 રૂપિયા સુધી પહોંચી ગયો છે. છેલ્લા થોડા સમયથી સતત થઈ રહેલા ભાવવધારાએ વાહનચાલકોની ચિંતામાં વધારો કર્યો છે. અગાઉ 4 એપ્રિલના રોજ પણ પ્રતિ કિલો 1.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે માત્ર દોઢ મહિનાના સમયગાળામાં કુલ મળીને લગભગ 3.74 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો : આ દિવસે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવથી બચવા માટે ઘણા વાહનચાલકો CNG તરફ વળ્યા હતા, પરંતુ હવે CNGના સતત વધતા ભાવો તેમના માટે નવી મુશ્કેલી બની રહ્યા છે. ખાસ કરીને રિક્ષા, ટેક્સી અને કોમર્શિયલ વાહનો ચલાવતા લોકોની રોજિંદી આવક પર સીધી અસર થવાની શક્યતા છે. નિષ્ણાતોનું માનવું છે કે ઇંધણના વધતા ખર્ચને કારણે આગામી સમયમાં મુસાફરી ભાડામાં પણ વધારો થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Adani CNG Price Hike CNG Rate Fuel Price

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ