ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / આ દિવસે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ આગાહી / આ દિવસે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

Published By: Priykant Shrimali

Last Updated: 11:38 AM, 16 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન ફરી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે

ADVERTISEMENT

Ambalal Patel Forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં થોડી ઘટાડાની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે લોકોને ઉકળાટમાંથી રાહત અનુભવાઈ રહી છે. જોકે આગામી દિવસોમાં ગરમી અને પવન બંનેમાં વધઘટ જોવા મળશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન ફરી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં પારો 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ રહી શકે છે. જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રી પવનોના કારણે તાપમાન તુલનાત્મક રીતે ઓછું રહેવાની શક્યતા છે.

આગાહી મુજબ 17 મે પછી પવનની ગતિમાં વધારો થશે, જેના કારણે ધીમે ધીમે ગરમીમાં ઘટાડો અનુભવાશે. સાથે જ આંધી અને વંટોળ જેવી પરિસ્થિતિઓનું પ્રમાણ પણ વધી શકે છે. હવામાનમાં આવી રહેલા બદલાવને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાઈ શકે છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે, જાણો સમગ્ર શિડ્યુલ

આ દિવસે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ!

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 8 જૂનથી 15 જૂન દરમિયાન રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને રોહિણી નક્ષત્રની શરૂઆત દરમિયાન પ્રિ-મોનસૂન પ્રવૃત્તિઓ સક્રિય બનવાની શક્યતા છે. મુંબઈ સહિત પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં 23 મે સુધી પ્રિ-મોનસૂન વરસાદ શરૂ થઈ શકે છે. આ ઉપરાંત અરબ સાગર 22 મે પછી વધુ સક્રિય બનશે અને 26 મે સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અને નિષ્ણાતો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. વર્ષા અંગેની લાંબા ગાળાની આગાહીમાં અંબાલાલ પટેલે આ વર્ષે સારો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Weather Update Rain Forecast Gujarat Ambalal Patel Weather Forecast

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ