ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાતમાં જાહેર કરાયેલી વધુ એક ભરતી સ્થગિત, જાણો કેમ અને કઇ?

મોટા સમાચાર / ગુજરાતમાં જાહેર કરાયેલી વધુ એક ભરતી સ્થગિત, જાણો કેમ અને કઇ?

Published By: Priykant Shrimali

Last Updated: 10:48 AM, 1 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Special Educator Recruitment Suspended : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસના કારણે ભરતી સ્થગિત કરાઈ, અહીં જાણો તમામ માહિતી

ADVERTISEMENT

Special Educator Recruitment Suspended : ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જાહેર કરાયેલી સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી પ્રક્રિયાને અચાનક સ્થગિત કરવામાં આવતા ઉમેદવારોમાં નિરાશા ફેલાઈ છે. વાસ્તવમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સંબંધિત મુદ્દે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભરતી પ્રક્રિયા આગળ નહીં વધારવામાં આવે તેવી માહિતી આપવામાં આવી છે.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જાહેર કરાયેલી સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી પ્રક્રિયાને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં સંબંધિત મુદ્દે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ભરતી આગળ વધારવાને બદલે તેને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉમેદવારો માટે મોટા સમાચાર

ખાસ વાત એ છે કે, ઉમેદવારો માટે નોંધણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ ભરતી સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારોને હવે વધુ સમય સુધી રાહ જોવી પડશે. ભરતી પ્રક્રિયા ફરી ક્યારે શરૂ થશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી.

જાહેર થયેલી ભરતી મુજબ ધોરણ 1 થી 5 માટે ગુજરાતી માધ્યમમાં સ્પેશિયલ એજ્યુકેટરની કુલ 1841 જગ્યાઓ ભરવાની હતી. આ ઉપરાંત ધોરણ 6 થી 8 માટે ગુજરાતી માધ્યમમાં 1067 જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવાની યોજના હતી. દિવ્યાંગ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી આ જગ્યાઓને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી.

આ પણ વાંચો : ગુજરાત રાજ્યસભાની 4 બેઠક માટે જાહેરનામું જાહેર, જાણો ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ

ભરતી પ્રક્રિયામાં મુખ્ય શિક્ષક (દિવ્યાંગ) માટેની 74 જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે કામ કરતા શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ અચાનક લેવાયેલા નિર્ણયથી ઘણા ઉમેદવારોમાં નિરાશા ફેલાઈ છે. સમિતિના નિર્ણય પાછળનું મુખ્ય કારણ કોર્ટમાં ચાલી રહેલો કેસ હોવાનું જણાવવામાં આવ્યું છે. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ભરતી અંગેનો આગામી નિર્ણય લેવામાં આવશે. તેથી ઉમેદવારોને સત્તાવાર સૂચનાઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Teacher Recruitment Special Educator Recruitment Vidhyasahayak Bharti

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ