ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાત રાજ્યસભાની 4 બેઠક માટે જાહેરનામું જાહેર, જાણો ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ

રાજનીતિ / ગુજરાત રાજ્યસભાની 4 બેઠક માટે જાહેરનામું જાહેર, જાણો ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ

Published By: Priykant Shrimali

Last Updated: 10:10 AM, 1 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rajya Sabha Election 2026 : આગામી દિવસોમાં ઉમેદવારી નોંધાવવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદાન, કોંગ્રેસ પોતાની અંતિમ બેઠક પણ ગુમાવશે ?

ADVERTISEMENT

Gujarat Rajya Sabha Election 2026 : ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. આગામી દિવસોમાં ઉમેદવારી નોંધાવવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 જૂને મતદાન યોજાશે, જેના પરિણામે રાજ્યસભાના નવા સભ્યોની પસંદગી થશે.

જાણો શું છે ચૂંટણીનો કાર્યક્રમ ?

ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારો 8 જૂન સુધી પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. ત્યારબાદ 9 જૂને ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે, જ્યારે 11 જૂન ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તરીકે નક્કી કરવામાં આવી છે. જો જરૂરી બનશે તો 18 જૂને મતદાન યોજાશે અને ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં વર્તમાન સંખ્યાબળને જોતા રાજ્યસભાની ચારેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે વિધાનસભામાં બહુમતીના આધારે ભાજપ તમામ બેઠકો સરળતાથી જીતવામાં સફળ થઈ શકે છે.

આ પણ વાંચો : 30 જૂન સુધી ગુજરાતમાં હાથ ધરાશે ઘર-યાદી અને મકાનોની ગણતરી, પૂછાશે પ્રશ્નો

કોંગ્રેસ પોતાની અંતિમ બેઠક પણ ગુમાવશે

આ તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી ખાસ મહત્વ ધરાવે છે. વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસ પાસે રાજ્યસભામાં જે છેલ્લું પ્રતિનિધિત્વ બચ્યું છે તે પણ સમાપ્ત થવાની શક્યતા ઊભી થઈ છે. જો અનુમાન મુજબ પરિણામ આવે તો ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું કોઈ સભ્ય નહીં રહે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. રાજકીય દ્રષ્ટિએ આ પરિસ્થિતિ રાજ્યના રાજકારણમાં એક મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે. રાજ્યસભા જેવી મહત્વની સંસદીય સંસ્થામાં કોઈપણ પક્ષનું પ્રતિનિધિત્વ ન રહેવું એ તેના માટે રાજકીય પડકાર સમાન ગણાય છે. કોંગ્રેસ માટે આ પરિણામ આગામી ચૂંટણીની રણનીતિ પર પણ અસર કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajya Sabha Election Gujarat Gujarat Rajya Sabha Seats Rajya Sabha Election 2026

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ