બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / 30 જૂન સુધી ગુજરાતમાં હાથ ધરાશે ઘર-યાદી અને મકાનોની ગણતરી, પૂછાશે પ્રશ્નો
Last Updated: 09:03 AM, 1 June 2026
Gujarat Census 2027 : ગુજરાતમાં આજથી વસ્તી ગણતરી-2027ના પ્રથમ તબક્કાની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. આઝાદી બાદની આ આઠમી અને દેશવ્યાપી શ્રેણીની 16મી વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે, કારણ કે વસ્તી સંબંધિત આંકડાઓ ભવિષ્યની વિકાસ યોજનાઓ માટે આધારરૂપ બનવાના છે.
ADVERTISEMENT
વસ્તી ગણતરી-2027 ની કામગીરી બે અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન ઘર-યાદી અને મકાનોની ગણતરી કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન ગણતરીદારો દ્વારા રહેઠાણની સ્થિતિ, પરિવારની રચના, પીવાના પાણીની ઉપલબ્ધતા, સ્વચ્છતા સુવિધાઓ અને ઘરગથ્થુ સંપત્તિ સહિત કુલ 33 મહત્વપૂર્ણ પ્રશ્નોની માહિતી એકત્રિત કરવામાં આવશે.
બીજા તબક્કામાં ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તીની વિગતવાર ગણતરી સાથે જાતિ આધારિત માહિતીનું પણ સંકલન કરવામાં આવશે. આ માહિતી સરકારને વિવિધ સામાજિક, આર્થિક અને વિકાસલક્ષી યોજનાઓ ઘડવામાં મદદરૂપ બનશે. દેશવ્યાપી સ્તરે હાથ ધરાનારી આ પ્રક્રિયા આગામી નીતિ નિર્માણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT

રાજ્યમાં વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં જ સ્વ-ગણતરી અભિયાનને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં 3.74 લાખથી વધુ લોકોએ ઓનલાઇન માધ્યમથી પોતાની વિગતો નોંધાવી છે. તેમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે, જે ડિજિટલ જનગણનાની સફળતા તરફનું સકારાત્મક પગલું ગણાય છે.
ADVERTISEMENT

આ વિશાળ અભિયાનને સફળ બનાવવા માટે રાજ્યભરમાં એક લાખથી વધુ ગણતરીદારો અને હજારો સુપરવાઇઝરોની ટીમ તૈયાર કરવામાં આવી છે. તમામ કર્મચારીઓને તબક્કાવાર વિશેષ તાલીમ આપવામાં આવી છે જેથી માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા સરળ અને ચોક્કસ બની રહે. શહેરોથી લઈને ગામડાં સુધી દરેક વિસ્તારમાં આ કામગીરી સુનિશ્ચિત કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કચ્છથી લઇને ડાંગ સુધી..., આજેય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી
આ વખતે વસ્તી ગણતરીમાં આધુનિક ટેકનોલોજીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતી સહિત 16 ભાષાઓમાં ઉપલબ્ધ મોબાઇલ એપ અને સ્વ-ગણતરીની સુવિધા દ્વારા નાગરિકો ઘરે બેઠા પોતાની માહિતી દાખલ કરી શકે છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જનગણના દરમિયાન એકત્રિત થતી તમામ વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે અને તેનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે નહીં. કોઈ પણ માહિતી કે માર્ગદર્શન માટે નાગરિકો હેલ્પલાઇન અને અધિકૃત પોર્ટલનો ઉપયોગ કરી શકે છે.
ADVERTISEMENT
તમને કયા 33 પ્રશ્નો પૂછવામાં આવશે?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.