બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM મોદીએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન, આ વખતે મતદાન માટે ગુજરાત ન આવ્યાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણી / PM મોદીએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન, આ વખતે મતદાન માટે ગુજરાત ન આવ્યાં

Priyankka Triveddi

Last Updated: 10:02 AM, 26 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આજે સવારથી જ ચૂંટણીનો રંગ જામ્યો છે અને વહેલી સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આજે અમદાવાદ, સુરત, રાજકોટ સહિત કુલ 9262 સીટ્સ માટે મતદાન થવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે મતદાન કર્યું છે. ગૃહ મંત્રી અમિત શાહ 11 વાગ્યે પરિવાર સાથે અમદાવાદ ખાતે મતદાન કરશે.

PM Narendra Modi: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યભરમાં લોકશાહીની ઉજવણી જોવા મળી રહી છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં શહેરોથી લઈને ગામડાઓ સુધી મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. આવનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આ ચૂંટણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેના કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે અને દરેક પક્ષ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો મુદ્દો બની છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો મહાપર્વ

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. જેને આવતા વર્ષની વિધાનસભા ચૂંટણી પહેલાં સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં રાજ્યના 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો (અમદાવાદ, સુરત, રાજકોટ સહિત), 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની કુલ 9,262 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં કુલ 25,537 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 4 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાનો પ્રતિનિધિ પસંદ કરશે. ચૂંટણીના પરિણામો 28 એપ્રિલે જાહેર કરવામાં આવશે.

મતદાનને લગતી પળેપળની માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.

વડાપ્રધાન મોદીએ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન

આ ચૂંટણીમાં મોટા રાજકીય નેતાઓ પણ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના પરિવાર સાથે મતદાન કરશે. ઉપરાંત ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના રાજ્યપાલો સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાં મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલેથી જ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી ચૂક્યા છે. રાજકીય રીતે આ ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. કારણ કે તમામ પક્ષો માટે આ ચૂંટણી પોતાની શક્તિ દર્શાવવાનો મોકો છે.

પાર્ટીઓ વચ્ચે જોરદાર ટક્કર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના 9,237 ઉમેદવારો મેદાનમાં છે. જે સૌથી વધુ છે. ત્યારબાદ કોંગ્રેસના 8,443 અને આમ આદમી પાર્ટીના 5,261 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બેઠકોની વાત કરીએ તો 15 કોર્પોરેશનોમાં 1,044, 84 નગરપાલિકાઓમાં 2,412, 34 જિલ્લા પંચાયતોમાં 1,038 અને 260 તાલુકા પંચાયતોમાં 4,976 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. નોંધનીય છે કે 43 કોર્પોરેશન, 385 નગરપાલિકા, 52 જિલ્લા પંચાયત અને 252 તાલુકા પંચાયત બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ છે. આમાંથી ભાજપે 715 બેઠકો જીત્યા હોવાનું કહેવાય છે, જે પક્ષ માટે ઐતિહાસિક ગણાય છે.

આ પણ વાંચો: વિજય રૂપાણીની પત્ની અંજલી રૂપાણીએ કર્યું મતદાન, જુઓ કોણે કર્યું મતદાન

કડક સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલુ

મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ગુજરાત પોલીસે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યમાં આશરે 30,000 મતદાન મથકો અને 50,000 બૂથ પર મતદાન ચાલી રહ્યું છે. સુરક્ષા માટે 41,383 પોલીસ કર્મચારીઓ અને 59,525 હોમગાર્ડ અને જીઆરડીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્યના 16,371 બૂથ સંવેદનશીલ અને 2,196 બૂથ અત્યંત સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા અને પોલીસ પેટ્રોલિંગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi Voted સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી Gujarat Local Body Election
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ