બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / વિજય રૂપાણીની પત્ની અંજલી રૂપાણીએ કર્યું મતદાન, જુઓ કોણે કર્યું મતદાન

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી / વિજય રૂપાણીની પત્ની અંજલી રૂપાણીએ કર્યું મતદાન, જુઓ કોણે કર્યું મતદાન

Priyankka Triveddi

Last Updated: 09:34 AM, 26 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાપર્વ દરમિયાન રાજ્યના રાજકીય પરિવારો પણ સક્રિય રીતે મતદાન કરવા વહેલી સવારે મતદાન મથકે પહોંચ્યા હતા. આ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવાર તરફથી પણ મતદાન કરવામાં આવ્યું, જ્યાં તેમની પત્ની અંજલી રૂપાણીએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી.

Rajkot Anjali Rupani Vote: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના મહાપર્વ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીના પરિવાર તરફથી પણ મતદાનમાં ભાગ લેવાયો છે. અંજલી રૂપાણીએ આજે મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર રાજ્યમાં જ્યાં મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે, ત્યાં રાજકીય પરિવારો પણ લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.

અનિલ જ્ઞાનમંદિર ખાતે મતદાન કર્યું

અંજલી રૂપાણીએ અનિલ જ્ઞાનમંદિર ખાતે આવેલા મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું. મતદાન સમયે ત્યાં સ્થાનિક કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન કેન્દ્ર પર તમામ વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવવામાં આવી હતી, જેથી મતદારો સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. અંજલી રૂપાણીના મતદાનને લઈને સ્થાનિક સ્તરે ખાસ ચર્ચા પણ જોવા મળી હતી.

વિજય રૂપાણી વિના પ્રથમ વખત મતદાન

આ વખતે અંજલી રૂપાણીએ પ્રથમ વખત પોતાના પતિ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિના મતદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભાવુકતા વ્યક્ત કરતા કહ્યું કે વિજય રૂપાણીની ખોટ માત્ર તેમને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને અનુભવાઈ રહી છે. તેમના નિવેદનથી ત્યાં હાજર લોકો પણ ભાવુક બન્યા હતા અને તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: અમિત શાહ 11 અને સીએમ ભૂપેન્દ્ર પટેલ 10 વાગ્યે કરશે મતદાન, જગદીશ વિશ્વકર્માએ કર્યું વોટિંગ

રાજકોટમાં વજુભાઈ વાળાએ કર્યું મતદાન

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ લોકશાહીના પર્વની ઉજવણી કરતાં રાજકોટમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે હરીહર કો-ઓપ. હાઉસિંગ સોસાયટી લિમિટેડના હોલમાં જઈને મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા અપીલ કરી હતી. તેમના મતદાનને લઈને સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા.

અમરેલીમાં મતદાનની શરૂઆત કરી પરશોત્તમ રૂપાલાની મતદારોને અપીલ

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે વહેલી સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે. જ્યાં શરૂઆતમાં મતદાન થોડું ધીમું જોવા મળી રહ્યું છે. આ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પોતાના વતન ઈશ્વરીયા ગામે જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે મતદાન કર્યા બાદ મતદારોને અપીલ કરી હતી કે સુર્ય તપે તે પહેલાં જ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવું જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Anjali Rupani AMRELI Purushittam RUPALA RAJKOT VAJU VALA
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ