બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / ગાંધીનગરના સમાચાર / અમિત શાહ 11 અને સીએમ ભૂપેન્દ્ર પટેલ 10 વાગ્યે કરશે મતદાન, જગદીશ વિશ્વકર્માએ કર્યું વોટિંગ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી / અમિત શાહ 11 અને સીએમ ભૂપેન્દ્ર પટેલ 10 વાગ્યે કરશે મતદાન, જગદીશ વિશ્વકર્માએ કર્યું વોટિંગ

Priyankka Triveddi

Last Updated: 08:42 AM, 26 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મહાપર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે ભારતના ગૃહમંત્રી, રાજ્યના સીએમ અને ભાજપ પ્રદેશ પ્રમુખ તેમના મત વિસ્તારમાં મતદાન કરશે.

Gujarat Local Body Election: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો મહાપર્વ. આજે અમદાવાદમાં દિગ્ગજ નેતાઓ કરશે મતદાન. અમદાવાદ શહેરમાં ખાસ કરીને દિગ્ગજ નેતાઓના મતદાનને લઈને ચહલપહલ વધી છે. જેનાથી મતદારોમાં વધુ ઉત્સાહ અને જાગૃતિ જોવા મળી રહી છે.

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. રાજ્યભરમાં મતદાન પ્રક્રિયા સવારે શરૂ થઈ ગઈ છે અને લોકો ઉત્સાહપૂર્વક મતદાન મથકો તરફ જઈ રહ્યા છે. શહેરો અને ગામડાઓમાં લોકશાહીના આ તહેવારમાં મોટી સંખ્યામાં મતદારો ભાગ લઈ રહ્યા છે. આ ચૂંટણીમાં સામાન્ય નાગરિકો સાથે સાથે રાજ્ય અને દેશના દિગ્ગજ નેતાઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જે લોકો માટે પ્રેરણારૂપ બનશે.

મતદાનની પળેપળની માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.

જગદીશ વિશ્વકર્માએ કર્યું મતદાન

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના મહાપર્વ નિમિત્તે અમદાવાદ પૂર્વ વિસ્તારમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં ઠક્કરબાપાનગરના ધારાસભ્ય કંચનબેન રાદડીયા પણ હાજર રહ્યા હતા. ઢોલ-નગારા સાથે ઉત્સાહભેર તેઓ મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા હતા. જેનાથી સ્થાનિક લોકોમાં પણ જુસ્સો જોવા મળ્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી અને લોકશાહી મજબૂત બનાવવા સૌએ ભાગ લેવાનો સંદેશ આપ્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કરશે મતદાન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં જ મતદાન કરશે. તેઓ સવારે 10 વાગ્યે શીલજ પ્રાથમિક શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્યમંત્રી તરીકે તેઓનો મતદાનમાં ભાગ લેવું રાજ્યના મતદારો માટે મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે દરેક નાગરિકે પોતાના મતનો ઉપયોગ કરવો જોઈએ. તેમના મતદાનને લઈને પણ સુરક્ષા અને વ્યવસ્થાની ખાસ કાળજી લેવામાં આવી છે.

આ પણ વાંચો: આજે રાજ્યમાં મતદાન, એક ક્લિકમાં જાણો કઈ બેઠકો પર થશે મતદાન અને કઈ જાહેર થઈ બિનહરીફ!

રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે. લોકો પોતાન પ્રતિનિધિ પસંદ કરવા મતદાન મથકો તરફ જઈ રહ્યા છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેમાં લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ

અમિત શાહ પરિવાર સાથે કરશે મતદાન, બાદમાં દિલ્હી રવાના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે અમદાવાદમાં મતદાન કરશે. તેઓ સવારે 11 વાગ્યે નારણપુરા વિસ્તારમાં પરિવાર સાથે મતદાન કરશે. મતદાન કર્યા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. અમિત શાહનું મતદાન પણ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તેમના આવાગમનને લઈને સુરક્ષાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં દિગ્ગજ નેતાઓના મતદાનથી સામાન્ય મતદારોમાં પણ ઉત્સાહ વધ્યો છે અને લોકશાહીના આ મહાપર્વમાં મોટી ભાગીદારીની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી Gujarat Local Body Election Gujarat Election 2026 News
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ