બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / ગાંધીનગરના સમાચાર / આજે રાજ્યમાં મતદાન, એક ક્લિકમાં જાણો કઈ બેઠકો પર થશે મતદાન અને કઈ જાહેર થઈ બિનહરીફ!
Last Updated: 07:37 AM, 26 April 2026
Gujarat Local Body Election: રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. સમગ્ર રાજ્યમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો તરફ આગળ વધી રહ્યા છે. ગરમીને ધ્યાનમાં રાખીને સવારથી જ મતદાતાઓ મત્ત આપવા માટે પહોંચ્યા છે. આ ચૂંટણી સ્થાનિક સ્તરે વિકાસ અને શાસન માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેના કારણે દરેક નાગરિક માટે મતદાન કરવું જરૂરી બને છે.
ADVERTISEMENT
રાજ્યમાં કુલ 15 મનપા અને 84 નગરપાલિકામાં મતદાન યોજાઈ રહ્યું છે. મનપાની 261 વોર્ડની 1001 બેઠકો માટે મતદાન થશે. જેમાં 3145 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં 43 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. બીજી તરફ 84 નગરપાલિકાની 603 વોર્ડમાં 2239 બેઠકો માટે મતદાન યોજાશે. આ નગરપાલિકાઓમાં કુલ 5441 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. નોંધનીય છે કે 656 વોર્ડમાંથી 53 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા છે અને કુલ 385 બેઠકો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ગઈ છે. આ સાથે 11 નગરપાલિકાની 13 બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. જેમાં 21 ઉમેદવારો મેદાનમાં છે.
ADVERTISEMENT
ચૂંટણીનું લાઈવ કવરેજ જોવા માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.
ADVERTISEMENT
જિલ્લા અને તાલુકા સ્તરે પણ ચૂંટણીનું મહત્વ ઓછું નથી. રાજ્યની 34 જિલ્લા પંચાયતોની 1038 બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં 3059 ઉમેદવારો મેદાનમાં છે. આમાંથી 52 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. તેમજ 260 તાલુકા પંચાયતોની 4976 બેઠકો માટે મતદાન થશે. જેમાં 13871 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તાલુકા પંચાયતની 252 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. કુલ મળીને રાજ્યમાં 9263 બેઠકો માટે 25537 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 736 બેઠકો અગાઉથી બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.
ADVERTISEMENT
VTV ન્યૂઝ પર નિહાળો મતદાનની પળેપળની અપડેટ, જુઓ સવારે 7 વાગ્યાથી " મતદાનનું મહાકવરેજ"#GujaratElections #LocalBodyElection #VotingDay #ElectionUpdate #vtvdigital #vtvnews pic.twitter.com/mYxhMVsR79
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 25, 2026
મતદાન વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત
ADVERTISEMENT
આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કુલ 48,450 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમાં 14,275 મથકો સંવેદનશીલ અને 2,196 મથકો અતિ સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂરી થાય તે માટે 92,583 પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત, 2,64,715 પોલિંગ સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલા છે. મતદાન માટે 1,22,951 બેલેટ યુનિટ (BU) અને 1,08,188 કંટ્રોલ યુનિટ (CU) મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT

આ ચૂંટણીમાં રાજ્યના કુલ 4 કરોડ 8 લાખ 16 હજાર 713 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવી અપેક્ષા છે. ગામથી લઈને શહેર સુધી લોકોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રજાસત્તાકનો મહત્ત્વનો તહેવાર છે અને દરેક નાગરિક માટે પોતાની પસંદગીનો પ્રતિનિધિ પસંદ કરવાની તક છે. મતદારોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ મતદાન મથકે જઈને અવશ્ય મતદાન કરે અને લોકશાહી મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.