ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં વૃદ્ધા પર ST બસ ફરી વળી, રોડ ક્રોસ કરવા જતાં અડફેટે લીધા, બંને ટાયર ફરી વળ્યા
Last Updated: 10:37 PM, 25 April 2026
ADVERTISEMENT
રાજકોટ શહેરમાં પારેવડી ચોક નજીક એક દુઃખદ અકસ્માત બન્યો છે, જેમાં STની વોલ્વો બસે રોડ ક્રોસ કરી રહેલી વૃદ્ધાને અડફેટે લઈ લીધી હતી. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે અકસ્માતની વિગત બહાર આવી રહી છે.
ADVERTISEMENT
આસપાસના લોકો વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા
માહિતી મુજબ વૃદ્ધા રોડ પાર કરી રહ્યા હતા ત્યારે ઝડપથી આવતી વોલ્વો બસે તેમને ટક્કર મારી હતી. અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધાને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

સારવાર દરમ્યાન વૃદ્ધાનું મોત
ADVERTISEMENT
હોસ્પિટલમાં સારવાર દરમિયાન થોડા જ સમયમાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનાર વૃદ્ધાની ઓળખ જંગલેશ્વરના હુસેની ચોકમાં રહેતી હલુબેન ચાવડા તરીકે થઈ છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં શ્વાન ભસ્યો તો પિતા-પુત્રે લાકડીઓ મારી-મારીને અધમૂઓ કર્યો, બચાવવા આવેલી મહિલાને પણ માર
ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરને પકડવાની તજવીજ હાથ ધરી
આ બનાવ અંગે પોલીસે ST બસના ડ્રાઈવર રણજીતસિંહ વાઘેલા સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ અકસ્માતે શહેરમાં ટ્રાફિક સુરક્ષાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT