ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં શ્વાન ભસ્યો તો પિતા-પુત્રે લાકડીઓ મારી-મારીને અધમૂઓ કર્યો, બચાવવા આવેલી મહિલાને પણ માર

કાર્યવાહી ક્યારે / રાજકોટમાં શ્વાન ભસ્યો તો પિતા-પુત્રે લાકડીઓ મારી-મારીને અધમૂઓ કર્યો, બચાવવા આવેલી મહિલાને પણ માર

Published By: Vishal Khamar

Last Updated: 09:21 PM, 25 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરમાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ શ્વાન પર પિતા-પુત્રએ મળીને ક્રૂર હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે.

ADVERTISEMENT

રાજકોટમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્રએ શ્વાન પર લાકડીના ફટકા મારી હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

પિતા-પુત્ર શ્વાન પર લાકડી લઈ તૂટી પડ્યા

કલ્યાણનગર શેરીમાં રહેતા ક્રિષ્નાબેન પરમારે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા અઢી વર્ષથી શ્વાનને પાળી રહ્યા છે. તેમજ આ શ્વાન ભસે તે બાબતે બાજુમાં રહેતા પાડોશી મહેન્દ્રસિંહ જાડેજા અને તેમના પુત્ર અભિરાજસિંહને પસંદ ન હતી. ગઈકાલે શ્વાનને બાંધેલ હતું. તે દરમ્યાન બંને પિતા-પુત્ર લાકડી લઈ શ્વાન પર તૂટી પડ્યા હતા.

મહિલાએ શ્વાનને બચાવવાનો પ્રયાસ કર્યો

પાડોશી પિતા-પુત્ર શ્વાન પર એકાએક તૂટી પડતા શ્વાનનો અવાજ સાંભળી ક્રિષ્નાબેન દોડી આવ્યા હતા. ત્યારે પાડોશી શ્વાનને નિર્દયતાથી મારી રહ્યા હતા. તેમણે શ્વાનને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતું પિતા-પુત્રએ ક્રિષ્નાબેનને ધક્કો માર્યો હતો. પિતા-પુત્રના હુમલામાં શ્વાન ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ મતદાન કરનાર લોકોને મળશે આ 3 મોટા લાભ, જાણો કયા ઠેકાણે કરાઈ જાહેરાત

પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી

આ બાબતે ક્રિષ્નાબેને યુનિવર્સિટી પોલીસ મથકે પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ તેમણે અપીલ કરી હતી કે જો કોઈ અબોલ જીવને સાચવી ન શકીએ તો કાંઈ નહી પણ કોઈને આ રીતે મારવાનો અધિકાર નથી. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot Police Rajkot News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ