ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / મતદાન કરનાર લોકોને મળશે આ 3 મોટા લાભ, જાણો કયા ઠેકાણે કરાઈ જાહેરાત
Last Updated: 07:13 PM, 25 April 2026
ADVERTISEMENT
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન જાગૃતિ માટે નવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદના ખ્યાતનામ કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબ દ્વારા મતદાન જાગૃતિ માટે એક નવો અભિગમ હાથ ધર્યો છે. મતદાન જાગૃતિ માટે કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબનો પ્રયાસના માટે મતદાન કરેલ ક્લબ મેમ્બર ને 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ADVERTISEMENT

ત્રણ દિવસ સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
ADVERTISEMENT
કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબમાં આવેલ તમામ રેસ્ટોરન્ટમાં ડિસ્કાઉન્ટ મતદાન કરેલ મેમ્બરને ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 15 હજાર ફેમીલી મેમ્બર છે તમામ ને લાભ આપવામાં આવશે. ચૂંટણીના દિવસથી ત્રણ દિવસ સુધી મતદાન કરનારને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એટેલે કે આગામી ૨૬, ૨૭, અને ૨૮ એપ્રિલના રોજ મતદાન કરેલ ક્લબના સભ્યોને ૨૫ ટકા ડિસ્કાઉંટ આપવામાં આવશે.

ADVERTISEMENT
મતદાન કરનારા સભાસદને 1% વ્યાજમાંથી રાહત
મતદાન જાગૃતિ માટે વડોદરાની શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીની અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં મતદાન કરનારા સભાસદને 1 ટકા વ્યાજમાંથી રાહત આપવામાં આવશે. મતદાન કરનારા લોનધારક સભાસદને સહકારી મંડળી વ્યાજમાંથી 1 ટકા રાહત આપશે. લોનધારક અને ગેરંન્ટર બંનેએ મતદાન કર્યું હશે તો યોજનાનો લાભ મળશે. સરકારી મંડળીમાં FD કરાવનારા સભાસદને 0.50 ટકા વ્યાજ વધુ મળશે. છેલ્લા 10 વર્ષથી મતદાન વધારવા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી સ્કીમ રાખે છે. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના પ્રમુખે અન્ય સંસ્થાને પણ આવી સ્કીમ લાગુ કરવા અપીલ કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મતદાન કરો અને પેટ્રોલમાં 5 રુપિયાની છૂટ, ગુજરાતમાં આ ઠેકાણે પેટ્રોલ પંપે કરી અનોખી પહેલ
ADVERTISEMENT
મતદાનને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ
પોરબંદરના રાણાવાવમાં મતદાનને પ્રોત્સાહન આપવા અનોખી પહેલ કરવામાં આવી છે. બિલેશ્વર મહાદેવ પેટ્રોલ પંપે મતદારો માટે આકર્ષક ઓફર જાહેર કરી છે. મતદાન કર્યાનું નિશાન બતાવનારને 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. મતદાન કર્યાનું નિશાન બતાવો અને પેટ્રોલમાં 5 રૂપિયાની છૂટ મેળવો. પેટ્રોલ પંપ સંચાલક તરફથી મતદારોને અવશ્ય મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT