ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મતદાન કરો અને પેટ્રોલમાં 5 રુપિયાની છૂટ, ગુજરાતમાં આ ઠેકાણે પેટ્રોલ પંપે કરી અનોખી પહેલ
Last Updated: 06:33 PM, 25 April 2026
ADVERTISEMENT
પોરબંદર જિલ્લાના રાણાવાવમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. બિલેશ્વર મહાદેવ પેટ્રોલ પંપ દ્વારા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે, જે હાલમાં ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
મતદાન કર્યાનું નિશાન બતાવો અને મેળવો ડિસ્કાઉન્ટ
ADVERTISEMENT
આ પહેલ અંતર્ગત જે કોઈ મતદાર પોતાનું મતદાન પૂર્ણ કર્યા પછી આંગળી પર લાગેલું શાહીનું નિશાન (ઇંક માર્ક) બતાવશે, તેને પેટ્રોલ ભરાવતી વખતે પ્રતિ લીટર 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પેટ્રોલ પંપના સંચાલકે જણાવ્યું કે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો છે અને લોકશાહી પ્રત્યે તેમની જવાબદારી નિભાવવામાં પ્રોત્સાહન આપવાનો છે.

ADVERTISEMENT
પેટ્રોલ પંપે મતદારો માટે આકર્ષક ઓફર જાહેર કરી
સંચાલકએ વધુમાં ઉમેર્યું કે, મતદાન દરેક નાગરિકનો અધિકાર અને ફરજ છે. અમે ઈચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકો મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને મજબૂત લોકશાહી માટે પોતાનો યોગદાન આપે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, અમદાવાદ,ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીને પાર
સ્થાનિક લોકોમાં આ ઓફરને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા મતદારો આ પહેલને આવકાર આપી રહ્યા છે અને તેને કારણે મતદાન ટકાવારીમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રકારની નવીન પહેલો મતદાન પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT