ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, અમદાવાદ,ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીને પાર

ગાંધીનગર / ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, અમદાવાદ,ગાંધીનગરમાં તાપમાન 43 ડિગ્રીને પાર

Published By: Vishal Khamar

Last Updated: 05:40 PM, 25 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમી વધી છે.

ADVERTISEMENT

રાજ્યભરમાં ગરમીનો તાપમાન સતત વધી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કાળઝાળ ગરમી ચાલુ રહેવાની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે, જેના કારણે જનજીવન પર સીધી અસર પડી રહી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હવામાનમાં ફેરફાર આવ્યો છે અને તેની અસરરૂપે ગરમીનો પારો વધુ ઉંચકાયો છે. દિવસ દરમિયાન તીવ્ર ગરમી અને રાત્રી દરમિયાન પણ ગરમ વાતાવરણને કારણે લોકોને રાહત મળી રહી નથી.

ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો અપનાવી રહ્યા છે. શહેરોમાં ઠંડક મેળવવા માટે લોકો સ્નોપાર્ક અને વોટરપાર્કની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં બાળકો અને પરિવાર સાથે લોકો સમય વિતાવીને ગરમીથી થોડોક આરામ અનુભવી રહ્યા છે. ઉપરાંત, ઠંડા પીણાં, આઈસ્ક્રીમ અને અન્ય ઠંડકવાળા ખોરાકની માંગમાં પણ વધારો થયો છે.

ડોક્ટરો દ્વારા ખાસ કરીને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. વધુમાં, પાણીનું પૂરતું સેવન કરવું, હળવા અને ઢીલાં કપડાં પહેરવા અને તડકાથી બચવા માટે છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણેજની હત્યા, કોંગ્રેસ ઉમેદવાર ભરત ચૌધરી-દીકરા ધવલ ચૌધરી સામે ફરિયાદ

હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ગરમીમાં ખાસ ઘટાડો થવાની શક્યતા ન હોવાનું જણાવીને લોકો ને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. રાજ્યમાં ગરમીનો આ પ્રકોપ ક્યારે ઓસરશે તેની રાહ લોકો આતુરતાથી જોઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update Meteorological Department Scorching Heat

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ