ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણેજની હત્યા, કોંગ્રેસ ઉમેદવાર ભરત ચૌધરી-દીકરા ધવલ ચૌધરી સામે ફરિયાદ
Last Updated: 04:08 PM, 25 April 2026
ADVERTISEMENT
મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણેજની હત્યાના કેસમાં તપાસ તેજ થવા પામી છે. વોર્ડ નં. 4 ના કોંગ્રેસ ઉમેદવારના પરિવાર સામે ફરિયાદ દાખલ થવા પામી હતી. કોંગ્રેસના ઉમેદવાર ભરત ચૌધરી, તેના દીકરા ધવલ ચૌધરી સામે ફરિયાદ દાખલ થવા પામી છે. ભરત ચૌધરીના ભાણેજ યશ ચૌધરી અને ભત્રીજા મયુર ચૌધરી સામે પણ ફરિયાદ દાખલ થવા પામી છે.
ADVERTISEMENT

ઘટના પછી મિતેન ચૌધરી ઘરે જતા હતા ત્યારે થઈ હતી બબાલ
ADVERTISEMENT
ભાજપના ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણેજ મિતેન ચૌધરીની હત્યા કરાઈ હતી. ચૂંટણીની અદાવતમાં હત્યાને અંજામ અપાયાનો ખુલાસો થવા પામ્યો હતો. વોર્ડ ને. 4 માં કોંગ્રેસ-ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસ ઉમેદવારના પતિ પર મૃતક મિતેન ચૌધરીએ કાર ચઢાવી હતી. ઘટના બાદ મિતેન ચૌધરી ઘરે જતા હતા તે દરમ્યાન બબાલ થઈ હતી.

ADVERTISEMENT
મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. પરંતુ આ વચ્ચે એક દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકીય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક યુવાનનું મૃત્યુ થયું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે.

ADVERTISEMENT
રાજકીય અથડામણમાં જીવલેણ હુમલો
આ મામલે મળતી માહિતી મુજબ મહેસાણા શહેરના તાવડિયા રોડ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4થી 5 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ છરી, લાકડીઓ અને પાઈપ જેવા હથિયારોનો ઉપયોગ કરીને મિતેન પર જીવલેણ હુમલો કર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મિતેનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં તો આવ્યો પણ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનામાં મિતેનનો મિત્ર ધીમંત ચૌધરી પણ ઘાયલ થયો છે. જ્યારે સામે પક્ષના કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરીને પણ ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT

શું છે ઘટનાની વિગત?
ADVERTISEMENT
DySP મિલાપ પટેલના જણાવ્યા મુજબ આ ઘટના મોડી રાત્રે બની હતી. મિતેન ચૌધરી અને તેના મિત્રો કારમાં તાવડિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની ગાડી રોકીને 4થી 5 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડી-પાઈપ વડે હુમલો કરતા મિતેનને ગંભીર ઇજાઓ થઈ હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. CCTV ફૂટેજ અને CDRના આધારે આરોપીઓની ઓળખ કરવા અને તેમને ઝડપવા માટે તપાસ તેજ બનાવાઈ છે. કોણ કોણ આરોપીઓ છે અને આ હુમલા પાછળ શું કાવતરું હતું તે અંગે પણ પોલીસ દ્વારા વિગતવાર તપાસ ચાલી રહી છે.
પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા
આ ઘટનાને પગલે આખા વિસ્તારમાં હાલ ભારે તણાવનો માહોલ છે. અને જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મિતેન ચૌધરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેને તાવડિયા ગામે લાવવામાં આવ્યો હતો. અહીં પોલીસની ચુસ્ત હાજરી વચ્ચે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં ચૌધરી સમાજ સહિત ગામના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ સુરતમાં પાટીદાર સગીરાની છેડતી, પોલીસે વિધર્મીને જાહેરમાં ફટકાર્યો, મહિલાઓએ બંગડી બતાવી
ચૂંટણી દરમિયાન શાંતિ જાળવવાની જરૂર
આ ઘટના ચૂંટણી દરમિયાન વધતી રાજકીય તણાવની ગંભીરતા દર્શાવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવી હિંસક ઘટનાઓ ન બને તે માટે તંત્ર અને રાજકીય પક્ષોએ સંયમ રાખવો જરૂરી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ વિગતો બહાર આવશે. ચૂંટણી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે. છતાં આવી ઘટના ચિંતા વધારનારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT