ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં પાટીદાર સગીરાની છેડતી, પોલીસે વિધર્મીને જાહેરમાં ફટકાર્યો, મહિલાઓએ બંગડી બતાવી

કાર્યવાહી / સુરતમાં પાટીદાર સગીરાની છેડતી, પોલીસે વિધર્મીને જાહેરમાં ફટકાર્યો, મહિલાઓએ બંગડી બતાવી

Published By: Vishal Khamar

Last Updated: 03:18 PM, 25 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ફરી મહિલાઓની સુરક્ષા પર પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતી થઈ હતી. ટ્યુશનથી ઘરે પરથ ફરતી સગીરાની બિનહિંદુ વ્યક્તિએ છેડતી કરતા મામલો બિચક્યો હતો.

ADVERTISEMENT

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સગીરાની છેડતીની ઘટના બાદ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી પ્રશ્નાર્થ ઊભો થયો છે. પોશ ગણાતા આ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.

મળતી માહિતી મુજબ, ટ્યૂશનથી ઘરે પરત ફરી રહેલી સગીરાને એક વ્યક્તિએ જાહેરમાં હાથ પકડી છેડતી કરી હતી. આરોપી તરીકે ઓળખાયેલા 39 વર્ષીય મહંમદ ઇમ્તીયાઝે આ હરકત કરતાં આસપાસ હાજર લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઘટનાને જોતા જ સ્થાનિકોએ આરોપીને ઝડપી પાડી તેની ધોલાઈ કરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આરોપીની ધરપકડ કરી. પરંતુ પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ હતી કે ટોળાએ આરોપીને પોલીસ વાનમાંથી બહાર કાઢીને ફરી માર માર્યો હતો. સ્થિતિ નિયંત્રણ બહાર જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

આ ઘટનાના પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો, જેને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે જેથી ફરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પાટીદાર સમાજના આગેવાનો તેમજ ધારાસભ્ય મનુ પટેલ મોડીરાત સુધી પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા અને કડક કાર્યવાહીની માંગણી કરી હતી.

આ પણ વાંચોઃ મતદાતાઓ ટાઢાપોરે મતદાન કરવા નીકળજો! 26મી એ ગુજરાતભરમાં ગરમી ભુક્કાં બોલાવશે

તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આરોપી બારડોલીનો રહેવાસી છે. પોલીસે સગીરાના વાલીઓને વિશ્વાસ અપાવ્યો છે કે આરોપી વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના ફરી એકવાર મહિલાઓની સુરક્ષા અને સમાજમાં વધતી અપરાધિક માનસિકતા અંગે ગંભીર ચર્ચાનો વિષય બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ