બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'દીકરા પાકીટ ભરીને રૂપિયા લાવી, પાછો આવી જા' નજર સામે જ પુત્રે દમ તોડતાં માતાનો વલોપાત
Last Updated: 12:55 PM, 18 June 2026
Vadodara Bus Accident : વડોદરા નજીક હાઈવે પર થયેલા ભયાનક બસ અકસ્માતે અનેક પરિવારોના જીવનમાં ક્યારેય ન ભરાઈ શકે તેવી ખોટ ઊભી કરી છે. વાસ્તવમાં આ દર્દનાક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટનાસ્થળે જ ચીસો અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક લોકો માટે આ મદદ પણ મોડે પહોંચી હતી. જોકે આ ઘટનામાં એક દર્દભરી કહાની એ માતાની પણ છે કે, જેમણે નજર સમક્ષ પોતાના દીકરાનું મોત જોયું છે.
ADVERTISEMENT
સારવાર કરાવી ઘરે ફરી રહેલા પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
આ દર્દનાક અકસ્માતના મૃતકોમાં 9 વર્ષનો પ્રીત પણ સામેલ હતો. મળતી માહિતી અનુસાર, પ્રીતની માતા પોતાના દીકરાની સારવાર કરાવીને ઘરે પરત ફરી રહી હતી. પરિવારને આશા હતી કે, હવે બાળક સ્વસ્થ થઈ જશે અને ઘરનું વાતાવરણ ફરી ખુશીઓથી ભરાઈ જશે. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. અકસ્માત બાદ માતાની નજર સામે જ નાનકડા પ્રીતે અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના સાંભળનાર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી.
ADVERTISEMENT
“દીકરા, હું પૈસા લઈને આવી જાઉં, તું પાછો આવી જા...”
પોસ્ટમોર્ટમ રૂમ બહાર માતાનો આક્રંદ સાંભળીને હાજર લોકો પણ ભાવુક બની ગયા હતા. પોતાના એકમાત્ર પુત્રને ગુમાવનાર માતા વારંવાર દીકરાને સંબોધીને કહેતી હતી કે, “દીકરા, હું પાકીટ ભરીને રૂપિયા લાવી દઉં, તું એકવાર પાછો આવી જા.” માતાના આ શબ્દોમાં છલકાતું દુઃખ અને બેચેનીએ સમગ્ર વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું. સ્વજનો પણ માતાને સાંત્વના આપવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ સંતાન ગુમાવ્યાનું દુઃખ શબ્દોથી ક્યાં ઓછી થવાનું હતું.
ADVERTISEMENT
"દીકરા હું પાકીટ ભરીને રૂપિયા લાવી, તું પાછો આવી જા..." માતાના આક્રંદથી સૌની આંખો ભીની
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 18, 2026
વડોદરા નજીક હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માતે અનેક પરિવારોને આઘાતમાં મૂકી દીધા છે. અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા હતા, જેમાં 9 વર્ષના પ્રીતનો પણ સમાવેશ થાય છે. દીકરાની સારવાર કરાવી ઘરે… pic.twitter.com/zmdP9bEhJw
માસી અને સ્વજનોના રુદનથી ગુંજી ઉઠ્યું હોસ્પિટલ પરિસર
ADVERTISEMENT
પોસ્ટમોર્ટમ પ્રક્રિયા દરમિયાન મૃતક બાળકની માસી અને અન્ય સ્વજનો પણ શોકમાં ડૂબેલા જોવા મળ્યા હતા. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગ બહાર પરિવારજનોના આક્રંદથી સન્નાટો છવાઈ ગયો હતો. દુર્ઘટનાએ માત્ર એક બાળકનો જીવ જ લીધો નહોતો, પરંતુ આખા પરિવારના સપનાઓને પણ ઝંઝોડીને રાખી દીધા હતા.
ડ્રાઈવર મુકેશભાઈના નિધનથી ત્રણ દીકરીઓ બની પિતાવિહોણી
ADVERTISEMENT
આ અકસ્માતમાં બસના ડ્રાઈવર મુકેશભાઈનું પણ મોત થયું હતું. પરિવારના મુખ્ય આધારસ્તંભ સમાન મુકેશભાઈના અવસાનથી તેમના પરિવાર પર પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ખાસ કરીને તેમની ત્રણ દીકરીઓ માટે આ ખોટ જીવનભર પૂરી ન થઈ શકે તેવી છે. પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના ભવિષ્યને લઈને પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

ADVERTISEMENT
વિદેશમાં રહેલા પિતા પર પણ તૂટી પડ્યો આઘાત
મૃતક પ્રીતના પિતા રોજગાર માટે કુવૈતમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. દીકરાના મોતના સમાચાર મળતાં જ તેઓ તાત્કાલિક વતન પરત આવવા માટે રવાના થયા હતા. પરિવારના સભ્યો તેમની રાહ જોઈ રહ્યા છે, પરંતુ જે સંતાનને મળવાની આશા લઈને તેઓ પાછા ફરી રહ્યા છે, તે હવે આ દુનિયામાં નથી. આ વિચારે જ સમગ્ર પરિવાર વધુ વ્યથિત બની ગયો છે.
આ પણ વાંચો : દેશમાં ડામરની અછત સર્જાતા ભાવ થયા બમણાં, વડોદરા સહિત ગુજરાતમાં રોડના કામો ઠપ્પ
મૃતદેહોને વતન મોકલવાની પ્રક્રિયા પૂર્ણ
પોસ્ટમોર્ટમની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતકોના મૃતદેહોને તેમના વતન રાજસ્થાન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોડી સાંજે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહોને પરિવારજનોને સોંપી તેમના ગામ તરફ રવાના કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાએ રાજસ્થાન અને ગુજરાત બંને રાજ્યોમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.