ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'એકપણ બાંગ્લાદેશી ઘુસણખોરને..', ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન લઈને હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Last Updated: 02:37 PM, 4 May 2025
ADVERTISEMENT
ચંડોળા તળાવ ડિમોલિશનને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે VTVએ ખાસ વાત કરી હતી. ડિમોલિશનની કામગીરીને ગૃહ રાજ્યમંત્રીએ ઐતિહાસિક ગણાવી હતી. તેમણે કહ્યું કે ગેરકાયેદસર આવેલા કોઈ પણ બાંગ્લાદેશીઓને છોડવામાં આવશે નહીં. બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. રાજ્યની ભુપેન્દ્રભાઇની સરકાર ગેરકાયદે આવીને વસેલા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ કામ કરી રહી છે.
ADVERTISEMENT
ચંડોળા તળાવ પર એકાએક ડિમોલિશનની કાર્યવાહી રોકી દેવામાં આવી હોવાની વાત પર બોલતા તેમણે કહ્યું કે ચંડોળા તળાવ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી રોકાઈ નથી ફેઝ વનની કાર્યવાહી પૂર્ણ થઈ હવે ફેઝ ટુ અને બાદમાં ફેઝ 3ની કામગીરી શરૂ કરાશે
ટોરેન્ટ પાવર દ્વારા તમામના કનેક્શન કાપી દેવામાં આવ્યા છે. અલકાયદાના 4 આતંકી ઝડપાયા તે વિસ્તાર સરકારે ધ્વસ્ત કર્યા. ભારતમાં ઘૂસીને જે આતંકવાદી પ્રવૃતિ કરે છે તેમને પકડવા જરૂરી હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'દરેક દિકરીની કમરે રિવોલ્વર લટકતી હોવી જોઇએ'.... સરદારધામના ટ્રસ્ટીનું મહિલા સુરક્ષા પર મોટુ નિવેદન
હર્ષ સંઘવીએ કહ્યું કે હજી પણ મોટા ભેજાબાજોની ધરપકડ કરવામાં આવશે. ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને પકડવાનું સરકારનું અભિયાન ચાલું છે. પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશી નાગરિકો નકલી ડોક્યુમેન્ટ બનાવી ભારતના નાગરિક હોવાનુ કહે છે..આવા લોકોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ડિપોર્ટ કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT