બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અમદાવાદમાં વહુના પરિવારે વેવાઈને જાહેરમાં રહેંસી નાખ્યો,4 શખ્સો પાઈપ વડે તૂટી પડ્યાં, 22 સેકન્ડમાં 36 ફટકા માર્યા

હુમલો / અમદાવાદમાં વહુના પરિવારે વેવાઈને જાહેરમાં રહેંસી નાખ્યો,4 શખ્સો પાઈપ વડે તૂટી પડ્યાં, 22 સેકન્ડમાં 36 ફટકા માર્યા

Priyankka Triveddi

Last Updated: 11:48 AM, 3 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક ચકચારભરી ઘટના બની છે. ગઇકાલે 2 મે ના રોજ એક યુવકની સરાજાહેર હત્યા કરવામાં આવી છે.

Ahmedabad Anandnagar News: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જ્યાં જાહેરમાં એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. સેટેલાઈટ વિસ્તારના રાજીવનગર નજીક જીવરાજ બ્રિજ નીચે બનેલી આ ઘટનાએ શહેરમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. થોડા જ સેકન્ડોમાં ચાર હુમલાખોરોએ લાકડી અને લોખંડની પાઈપ વડે એવો બર્બર હુમલો કર્યો કે એક જીવતું માણસ મોતને ભેટ્યો. આ ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા લોકોમાં ભારે રોષ અને ભય બંને ફેલાયા છે.

માહિતી અનુસાર મૃતકની ઓળખ નટુ પરમાર તરીકે થઈ છે. ગઇકાલે 2 મેની મોડી રાત્રે તેઓ સિગારેટ પીવા માટે બહાર ગયા હતા ત્યારે અચાનક ચાર અસામાજિક તત્વોએ તેમની પર હુમલો કર્યો. હુમલાખોરો પાસે લાકડીઓ અને લોખંડની પાઈપ હતી. જેના વડે તેમણે નિર્દયતાપૂર્વક માર માર્યો. આ સમગ્ર ઘટના માત્ર 22 સેકન્ડમાં બની હતી. જેમાં હુમલાખોરોએ લગભગ 36 જેટલા ઘા કર્યા હોવાનું CCTVમાં સામે આવ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત નટુ પરમારને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ પારિવારિક વિવાદનું કારણ હોઈ શકે છે. નટુ પરમારના દીકરાએ પ્રેમ લગ્ન કર્યા હતા જેને લઈને વિવાદ ચાલતો હતો. આરોપ છે કે મૃતકની પુત્રવધૂના પરિવારે આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘટનાના પહેલા દિવસે કેટલાક શખ્સોએ “અખબારનગરના ડોન” તરીકે ઓળખ આપીને ધમકી પણ આપી હતી. તેઓ મૂળ દીકરાને નિશાન બનાવવા આવ્યા હતા. પરંતુ અંતે હુમલો તેના પિતા નટુ પરમાર પર કરવામાં આવ્યો.

આ ઘટનાના CCTV ફૂટેજે સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચારેય હુમલાખોરોએ જાહેરમાં બેફામ હુમલો કર્યો હતો. જેને જોઈ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. જાહેર રસ્તા પર આ રીતે થયેલી હત્યાએ પોલીસની કાર્યશૈલી પર પણ સવાલો ઉભા કર્યા છે. લોકોમાં ચર્ચા છે કે જો આવી ઘટના ખુલ્લેઆમ થઈ શકે, તો સામાન્ય નાગરિકની સુરક્ષા ક્યાં છે?

ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. પરિવારજનોએ રસ્તા પર બેસીને ધરણા શરૂ કર્યા છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. રાજીવનગરથી જીવરાજ તરફ જતો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિક પર અસર પડી છે. પરિવારજનોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી આરોપીઓ પકડાશે નહીં. ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. સાથે જ આરોપીઓના મકાનો પર બુલડોઝર ચલાવવાની પણ માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો: VIDEO : બેટ દ્વારકાના દરિયામાં મળ્યો 'પ્રાચીન ખજાનો',જાણો શું શું? કોણ કરી શોધ

આ સમગ્ર મામલે આનંદનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અને CCTV ફૂટેજના આધારે ઓળખ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે, આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. એક બાજુ પરિવાર ન્યાયની માંગ સાથે રસ્તા પર છે. તો બીજી બાજુ શહેરના નાગરિકોમાં સુરક્ષા અંગેની ચિંતાઓ વધી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CCTV Attack Anandnagar Police Ahmedabad Crime
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ