બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : બેટ દ્વારકાના દરિયામાં મળ્યો 'પ્રાચીન ખજાનો',જાણો શું શું? કોણ કરી શોધ

દ્વારકા / VIDEO : બેટ દ્વારકાના દરિયામાં મળ્યો 'પ્રાચીન ખજાનો',જાણો શું શું? કોણ કરી શોધ

Priyankka Triveddi

Last Updated: 10:40 AM, 3 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિ દ્વારકામાં પુરાતત્વ વિભાગને મોટી ઉપલબ્ધિ મળી છે. અરબ સાગરના ઊંડાણમાં છુપાયેલા રહસ્યો હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે અને દેવભૂમિ દ્વારકા ફરી એકવાર ઈતિહાસના કેન્દ્રમાં આવી છે.

Dwarka News: દેવભૂમિ દ્વારકા ફરી એક વખત ઈતિહાસના પાનાઓમાં જીવંત બની ઊઠી છે. અરબ સાગરના ઊંડાણમાં છુપાયેલા રહસ્યો હવે ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. અને દરેક નવી શોધ સાથે દ્વારકાની પ્રાચીન ભવ્યતા વધુ સ્પષ્ટ બની રહી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા હાથ ધરાયેલ દરિયાઈ ખોદકામ દરમિયાન એવા મહત્વપૂર્ણ અવશેષો મળ્યા છે. જે દર્શાવે છે કે દ્વારકા માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં પરંતુ પ્રાચીન સમયમાં એક વિકસિત અને સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય વેપાર હબ પણ હતું. આ શોધોએ ઈતિહાસપ્રેમીઓ અને સંશોધકોમાં ઉત્સુકતા જગાવી છે.

dwarkaqq

આ મહત્વપૂર્ણ સંશોધન ASIની અન્ડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. દ્વારકાની પ્રાચીનતા અને તેના ઐતિહાસિક મહત્વને વધુ ઊંડાણથી સમજવા માટે અરબ સાગર અને બેટ દ્વારકા ટાપુ પર વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી હતી. બેટ દ્વારકાના દરિયા કિનારે પ્રાચીન વસાહતો હોવાના સંકેતો મળતાં ત્યાં વિધિવત રીતે લગભગ 20 જેટલી ટ્રેન્ચ (ખાઈઓ) ખોદવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન સંશોધકોએ ખૂબ જ સાવધાની અને આધુનિક તકનીકનો ઉપયોગ કરીને ખોદકામ આગળ વધાર્યું, જેથી પ્રાચીન અવશેષોને કોઈ નુકસાન ન થાય.

ખોદકામ દરમિયાન સૌથી મોટી શોધ એક વિશાળ સ્ટ્રક્ચરલ કોમ્પ્લેક્સ તરીકે સામે આવી છે. આ સંકુલમાં અનેક ઓરડાઓ અને ખુલ્લા કોરિડોર જોવા મળે છે. જે સૂચવે છે કે અહીં એક સુવ્યવસ્થિત વસાહત હતી. વધુમાં આ કોમ્પ્લેક્સની આસપાસ કિલ્લેબંધી (ફોર્ટિફિકેશન)ના અવશેષો પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ સ્થળ સુરક્ષા દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ હતું. આ માળખાકીય રચનાઓથી એ સ્પષ્ટ થાય છે કે દ્વારકા એક આયોજનબદ્ધ અને સુસજ્જ નગર હતું.

સંશોધનમાં પ્રાચીન સમયની વ્યાવસાયિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓના મજબૂત પુરાવાઓ પણ મળ્યા છે. અહીંથી મણકા બનાવવાની કળા (બીડ મેકિંગ) અને તાંબા-લોખંડ ગાળવાની પ્રક્રિયા (કોપર-આયર્ન સ્મેલ્ટિંગ)ના પુરાવા મળી આવ્યા છે. આ શોધો દર્શાવે છે કે દ્વારકા માત્ર નિવાસ માટેનું સ્થળ નહોતું પરંતુ એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર પણ હતું. જ્યાં વિવિધ પ્રકારની હસ્તકલા અને ઉત્પાદન પ્રવૃત્તિઓ ચાલતી હતી.

ખાસ કરીને વિદેશી વેપારના પુરાવાઓ આ શોધને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. ખોદકામ દરમિયાન રોમન ઇન્ટેગ્લિયો, રોમન સિક્કાઓની છાપ અને રોમન એમ્ફોરા જેવી કિંમતી વસ્તુઓ મળી આવી છે. ઉપરાંત ટોરપીડો જાર અને વિદેશી પોટશર્ડ્સ (માટીના વાસણોના ટુકડા) પણ મળ્યા છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે દ્વારકાનો વેપાર વિદેશી દેશો સાથે સક્રિય રીતે ચાલતો હતો. આ તમામ પુરાવાઓ દર્શાવે છે કે દ્વારકા પ્રાચીન સમયમાં એક આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર તરીકે ઓળખાતું હતું અને આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ હતું.

આ પણ વાંચો: શખ્સે પત્ની અને 4 બાળકોની ઝેર આપીને હત્યા કરી નાખી, નસ આપીને કર્યો આપઘાતનો પ્રયાસ

આ શોધ અંગે ASIના ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીએ પ્રેસ કોન્ફરન્સમાં મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ પ્રાચીન અવશેષો અત્યાર સુધી અકબંધ સ્થિતિમાં મળી આવ્યા છે, જે સંશોધન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નવી શોધ ઓખામંડળ વિસ્તારના ઇતિહાસ અને પુરાતત્વ પર નવો પ્રકાશ પાડશે. સાથે જ દ્વારકાની ભવ્યતા અને તેના ઐતિહાસિક વારસાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવામાં આ સંશોધન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ancient Civilization Underwater Archaeology Dwarka Excavation
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ