બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સવારના 9 વાગ્યા સુધી 5% મતદાન, ભરૂચમાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન, જામનગરમાં EVM ખોટકાયું
Last Updated: 10:36 AM, 26 April 2026
Gujarat Local Election : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે રાજ્યભરમાં લોકશાહીનું ઉત્સવ શરૂ થયો છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ મતદાતાઓ ધીમે ધીમે મતદાન કેન્દ્રો તરફ વધતા જોવા મળ્યા હતા. સવારે 9 વાગ્યા સુધીમાં સરેરાશ આશરે 5 ટકા મતદાન નોંધાયું છે, જે પ્રારંભિક તબક્કે સંતોષજનક માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ તરફ જો હવે વિભાગવાર જોવામાં આવે તો 15 મહાનગરપાલિકામાં સરેરાશ 4 ટકા, 84 નગરપાલિકામાં 6.50 ટકા, 34 જિલ્લા પંચાયતમાં 4 ટકા અને 260 તાલુકા પંચાયતમાં લગભગ 5 ટકા મતદાન નોંધાયું છે. રાજ્યભરમાં કુલ મળીને 10 હજારથી વધુ બેઠકો માટે 25 હજારથી પણ વધારે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જેને કારણે ચૂંટણીમાં કટોકટીનો મુકાબલો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
આ વખતે વિશેષ બાબત એ છે કે તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી એક જ દિવસે યોજાઈ રહી છે, જ્યારે અગાઉ અલગ-અલગ તબક્કામાં મતદાન થતું હતું. મતદાન પ્રક્રિયા સાંજના 6 વાગ્યા સુધી ચાલવાની છે, પરંતુ ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાને કારણે મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા માટે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે.

ADVERTISEMENT
ભરૂચમાં મીણબત્તીના પ્રકાશમાં મતદાન
મતદાન દરમિયાન કેટલાક વિસ્તારોમાં ટેકનિકલ અને પરિસ્થિતિજન્ય મુશ્કેલીઓ પણ સામે આવી હતી. ભરૂચ જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાતા મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી, જે લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે
ADVERTISEMENT
આ પણ વાંચો : હર્ષ સંઘવીએ પત્ની સાથે સુરતમાં કર્યું મતદાન, PM મોદીએ પોસ્ટલ બેલેટથી વોટિંગ કર્યું
જામનગરમાં EVM ખોટકાયું
ADVERTISEMENT
જામનગરમાં EVM મશીનમાં ખામી સર્જાતા લગભગ એક કલાક મોડું મતદાન શરૂ થયું હતું. આ ઉપરાંત, કેટલીક જગ્યાએ EVM અંગે ફરિયાદો પણ નોંધાઈ હતી. તે છતાં મતદારોમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો નથી. સુરેન્દ્રનગરમાં 100 વર્ષના વૃદ્ધ મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એક વરરાજાએ લગ્ન વિધિ પહેલાં મતદાન કરીને પોતાની નાગરિક ફરજ નિભાવી હતી. આવા પ્રસંગો લોકશાહી પ્રત્યેની જનતાની જાગૃતિ અને જવાબદારીને ઉજાગર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.