બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ગુજરાતના નેતાઓ જશે દિલ્હી, જાણો કેમ

ગાંધીનગર / સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ગુજરાતના નેતાઓ જશે દિલ્હી, જાણો કેમ

Vishal Khamar

Last Updated: 07:07 PM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના મોટા નેતાઓ દિલ્લીના પ્રવાસે છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઈ દિલ્લી જશે.

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાતના નેતાઓ દિલ્લી જશે. 19 જાન્યુઆરીના રોજ ગુજરાત ભાજપના નેતાઓ દિલ્લી જશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ દિલ્લી પ્રવાસે જશે. 19 તારીખે નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નામાંકન કરશે. 20 જાન્યુઆરીએ રાષ્ટ્રીય અધ્યક્ષના સત્તાવાર નામની જાહેરાત કરવામાં આવશે.

Gujarat Local Elections: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ચૂંટણીના પડઘમ વાગતા જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકોની અનામત ફાળવણી જાહેર કરવામાં આવી છે. જેના પગલે રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ વખતે રાજ્યમાં કુલ 7 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત અને 1 નગરપાલિકાની બેઠકોની ફાળવણી જાહેર કરાઈ છે. અનામતની આ પ્રક્રિયા મુજબ વિવિધ વર્ગો અને મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે હેતુથી બેઠકોનું વિતરણ કરવામાં આવ્યું છે.

માણસા તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી 17 બેઠકો સામાન્ય જાહેર વર્ગ માટે રાખવામાં આવી છે. જ્યારે OBC વર્ગ માટે 7 બેઠકો અનામત રાખવામાં આવી છે. SC અને ST વર્ગ માટે એક-એક બેઠક ફાળવવામાં આવી છે.

દહેગામ તાલુકા પંચાયતની કુલ 28 બેઠકોમાંથી 18 બેઠકો સામાન્ય રહેશે. OBC વર્ગને 8 બેઠકો અને SC તથા ST વર્ગને એક-એક બેઠક અનામત આપવામાં આવી છે.

મહિલાઓ માટે 50 ટકા અનામત

રાજ્યમાં ફાળવાયેલી તમામ બેઠકોમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આ જોગવાઈથી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોડાસા, હાલોલ, જાંબુઘોડા અને હિંમતનગર તાલુકા પંચાયતની બેઠકોની પણ અનામત ફાળવણી જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત હિંમતનગર, પ્રાંતિજ અને ઈડર તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે.

સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લા પંચાયતોની બેઠકોની અનામત ફાળવણી પણ જાહેર થતાં જિલ્લાકક્ષાએ રાજકીય ચર્ચાઓ ગરમાઈ છે. ઉમેદવારો અને પક્ષો હવે અનામત મુજબ રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે.

આ પણ વાંચો: આ દિવસથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, તારીખ જાહેર કરાઈ, 26 બેઠક મળશે

vtv app promotion

સ્થાનિક સ્વરાજની ચૂંટણી લોકશાહીનું મૂળ સ્તર માનવામાં આવે છે. બેઠકોની અનામત ફાળવણી જાહેર થતાં જ રાજ્યમાં ચૂંટણી માહોલ ફરી જીવંત થશે અને આવનારા દિવસોમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનશે તે નક્કી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar gandhinagar news Delhi BJP Gandhinagar, Gandhinagar News, Delhi BJP
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ