બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આ દિવસથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, તારીખ જાહેર કરાઈ, 26 બેઠક મળશે
Last Updated: 08:01 PM, 16 January 2026
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રની તારીખ સામે આવી ગઈ છે. આગામી 16 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થશે. વિગતો મુજબ આગામી 17 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્ર શરૂ થશે અને બજેટ સત્ર 25 માર્ચ સુધી ચાલશે. કુલ 23 દિવસના બજેટ સત્રમાં 26 બેઠક મળશે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માહિતી પ્રમાણે, બજેટ સત્ર 16 ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધન સાથે બજેટ સત્ર શરૂ થઈને 25 માર્ચ સુધી ચાલશે. જેમાં 26 બેઠકો મળશે. વિધાનસભાના બજેટ સત્રમાં સરકાર સાત નવા બિલ રજૂ કરવાની પણ તૈયારીઓ કરી રહી છે.

ADVERTISEMENT
માહિતી પ્રમાણે, આ વર્ષનું બજેટ ગયા વર્ષના બજેટ કરતાં 15 ટકાના વધારા સાથે રજૂ થઈ શકે છે. આ વર્ષે 3.90 લાખ કરોડનું બજેટ રજૂ થઈ શકે છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાગરિક સંહિતા સહિત વિધેયકો રજૂ થશે. સાથે સત્ર દરમિયાન ઉપાધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે. 15 ટકા વધારા સાથે નાણાં મંત્રી 3.90 લાખ કરોડનું બજેટ રજૂ કરી શકે છે. ત્યારે નાણાં વિભાગે પણ બજેટને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: 'ભાઈની પતંગની દુકાનમાં આવેલા ગ્રાહકને ઢીબી નાખ્યો' સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરુદ્ધ FIR
ADVERTISEMENT
જણાવી દઈએ કે વિધાનસભામાં બજેટ સત્ર ખુબ મહત્ત્વપૂર્ણ હોય છે. બજેટ પર સમગ્ર રાજ્યની નજર રહેતી હોય છે. બજેટમાં સરકાર જનતાને રાહત મળે તે માટે કઈ-કઈ જાહેરાત કરે તે જાણવા માટે લોકો આતૂર હોય છે. ત્યારે ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં બજેટ સત્ર શરૂ થશે. આ વખતે પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.