બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'ભાઈની પતંગની દુકાનમાં આવેલા ગ્રાહકને ઢીબી નાખ્યો' સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરુદ્ધ FIR

સુરત / 'ભાઈની પતંગની દુકાનમાં આવેલા ગ્રાહકને ઢીબી નાખ્યો' સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિરુદ્ધ FIR

Vidhata Gothi

Last Updated: 05:00 PM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Alpesh Kathiriya News: ઉત્તરાયણમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા સામે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અલ્પેશ કથીરિયા પર 3 લોકોને માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.

Surat Alpesh Kathiriya News: પતંગની ખરીદી દરમિયાન થયેલી માથાકૂટના મામલે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વિવાદમાં આવી ગયા છે. સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને તેના ભાઈ સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. અલ્પેશ કથીરિયા અને અને તેના ભાઈએ પતંગ ખરીદવા આવેલા ત્રણ ગ્રાહકો સાથે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. આ અંગે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ લઈને અલ્પેશ કથીરિયા સામે ગુનો નોંધ્યો.

સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

માહિતી પ્રમાણે, સુરતના સરથાણા વિસ્તારમાં પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સ નામની દુકાનમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો સાથે દુકાન ચલાવતા અલ્પેશ કથીરિયાના ભાઈની પતંગના ભાવ અંગે કોઈ માથાકૂટ થઈ હતી. પતંગના ભાવને લઈને માથાકૂટ થતાં ગ્રાહકો અને અલ્પેશ કથીરિયાના ભાઈ વચ્ચે મામલો બીચક્યો હતો. ત્યારે અલ્પેશ કથીરિયાએ ભાઇનું ઉપરાણું લીધું અને અલ્પેશ, તેના ભાઈ સહિત ત્રણ શખ્સોએ પતંગ ખરીદવા આવેલા ગ્રાહકો સાથે ઝઘડો કરીને ધોલધપાટ અને ઢીકમુક્કીનો માર માર્યો હતો.

vtv app promotion

ત્યારે આ મારામારીને લઈ પીડિત ગ્રાહકો ચંદ્રેશ અને તેના ત્રણ મિત્રો સરથાણા પોલીસ મથકે અલ્પેશ કથીરિયા સામે ફરિયાદ લઈને પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. પોલીસે અલ્પેશ કથિરીયા સહિત ત્રણ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 352, 115(2), 54 અંતર્ગત એન.સી. ગુનો નોંધ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજની તપાસ કરી શકે છે.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં પ્રેમી સાથે ઝઘડો થતા યુવતી પોલીસની PCR પર ચઢી ગઈ, નશાની હાલતમાં કર્યો તમાશો

ત્યારે ઉતરાયણના સમયે પાટીદાર નેતા સામે મારામારી કરવા માટે ફરિયાદ નોંધાતા અલ્પેશ કથીરિયા ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PAAS Leader Controversy Sarthana Kite Shop Clash Alpesh Kathiriya
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ