બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / સરકારી પરીક્ષાની તૈયારી કરનારા માટે ખુશખબર, 4500 નવી જગ્યાઓ ઉભી કરાશે, બજેટમાં એલાન
Last Updated: 04:56 PM, 18 February 2026
Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27નું રાજ્ય બજેટ રજૂ કર્યું હતું. સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને તેમણે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્ષે ગુજરાતના બજેટનું કુલ કદ 4,08,053 કરોડ રાખવામાં આવ્યું છે. સાથે જ 974 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો માટે એક અગત્યના સમાચાર છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે સરકારી નોકરીઓમાં 4500 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. અને જેના લીધે સરકારી પરીક્ષા આપી રહેલા તમામ લોકો માટે સરકારી નોકરીની તકો વધશે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ 4,08,053 કરોડનું રાજ્ય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં યુવાનો માટે રોજગારીના નવા અવસર ઉભા કરવા ખાસ નિર્ણયો લેવાયા છે. ગૃહ વિભાગ માટે 1,265 કરોડની જોગવાઈ સાથે તેમજ મહેસૂલી કચેરીઓ ખાતે 1546 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. સરકારી નોકરીમાં કુલ નવી 4500 જગ્યાઓ ઊભી કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાત પછી હવે આગામી સમયમાં સરકારી નોકરી ઇચહુક લોકો માટે ભરતી આવશે તેવી શક્યતાઓ છે.
ADVERTISEMENT
ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને આધુનિક “નમો સેન્ટ્રલ લાઇબ્રેરી” સ્થાપવા 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યાં ડિજિટલ અભ્યાસ અને વાંચનની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આદિજાતિ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી યોજના હેઠળ આ વર્ષે 15 તાલુકાઓમાં નવી લાઇબ્રેરી શરૂ થશે.
ADVERTISEMENT
ગુજરાત બજેટ 2026 ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો:
ADVERTISEMENT
શૈક્ષણિક અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” માટે 250 કરોડ ફાળવી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહ પ્રત્યે રસ વધારવાનો પ્રયાસ કરાયો છે. જેના પરિણામે છેલ્લા બે વર્ષમાં પ્રવેશમાં 19 ટકા વધારો નોંધાયો છે. “નમો લક્ષ્મી યોજના” માટે 1250 કરોડની જોગવાઈ સાથે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના પ્રવેશમાં વધારો થયો છે. સાથે જ ITIમાં અભ્યાસ કરતી દિકરીઓને પ્રોત્સાહિત કરવા “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” હેઠળ 40 કરોડ ફાળવી મહિલા પ્રતિનિધિત્વ અને કૌશલ્ય વિકાસને નવી દિશા આપવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.