બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / ઈલેક્ટ્રિક વાહનોમાં 5% રિબેટ, બજેટ રજૂ કર્યાં બાદ નાણા મંત્રી કનુ દેસાઈએ કરી પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું

ગુજરાત બજેટ 2026 / ઈલેક્ટ્રિક વાહનોમાં 5% રિબેટ, બજેટ રજૂ કર્યાં બાદ નાણા મંત્રી કનુ દેસાઈએ કરી પત્રકાર પરિષદ, જાણો શું કહ્યું

Priyankka Triveddi

Last Updated: 04:22 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2026:ગુજરાત રાજ્ય સરકારના વિધાનસભા સત્રમાં આજે નાણાકીય વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ આબજેટ બાદ નાણામંત્રી કનુ દેસાઇએ પત્રકાર પરિષદને સંબોધી હતી. વાંચો એક ક્લિકે કે નાણામંત્રીએ આ પત્રકાર પરિષદમાં શું કહ્યું.

Gujarat Budget 2026-27: આજ રોજ સતત પાંચમી વાર કનુ દેસાઇએ ગુજરાત સરકારનું બજેટ રજૂ કર્યું અને જેમાં 10%ના વધારા સાથે કુલ 4,08,053 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ દરેકના વિકાસ માટે બજેટની જોગવાઈ કરવામાં આવી. ત્યારબાદ નાણામંત્રી કનુ દેસાઇએ પત્રકાર પરિષદને સંબોધી હતી. અને તેમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે ઇલેક્ટ્રિક વાહનો અંગે અગત્યની વાત કરી હતી.

4.08 લાખ કરોડનું બજેટ જાહેર

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે 4,08,053 કરોડનું વિશાળ બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેવી માહિતી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદમાં આપી. રાજ્યના આર્થિક શિસ્ત અને વિકાસમુખી અભિગમને આગળ ધપાવતા આ બજેટમાં સંતુલિત વિકાસ પર ભાર મૂકાયો છે. નાણામંત્રીએ જણાવ્યું કે વર્ષ 2026-27 માટે અંદાજિત પુરાંત 1,184 કરોડ રહેશે. જે રાજ્યની મજબૂત આવક વ્યવસ્થા અને નાણાકીય સંચાલનની સાબિતી આપે છે. GST કરદાતાઓની સંખ્યામાં 8 % નો વધારો નોંધાયો છે અને હવે કુલ 13.69 લાખ કરદાતાઓ નોંધાયેલા છે. જે રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ દર્શાવે છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા 5 % સુધીની રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના પરિણામે અંદાજે 210 કરોડ રૂપિયાની રાહત નાગરિકોને મળશે. રાજ્યનું કુલ ઉપાડ 3%સામે 1.27%હોવાનું જણાવતાં નાણામંત્રીએ જણાવ્યું કે આ આંકડા રાજ્યની મજબૂત નાણાકીય સ્થિતિને દર્શાવે છે.

દેવાની સ્થિતિ મર્યાદામાં, સસ્તા વ્યાજદરે ઉધાર

નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાતને લોન લેવા માટે કોઈ વિશેષ પરવાનગીની જરૂર નથી અને રાજ્યનું દેવું નક્કી કરેલી મર્યાદામાં જ છે. હાલમાં રાજ્યનું કુલ દેવું 14.65% છે. જે નાણાકીય શિસ્તના ધોરણો અનુસાર નિયંત્રિત અને સુરક્ષિત ગણાય છે. તેમણે ઉમેર્યું કે રાજ્યએ જે દેવું લીધું છે તે સરેરાશ 5.5% જેટલા સસ્તા વ્યાજદરે લીધું છે. જેથી વ્યાજનો ભાર ઓછો રહે છે અને વિકાસકાર્યોમાં વધુ નાણાં વાપરી શકાય છે. નાણાકીય જવાબદારી અને પારદર્શિતાને ધ્યાનમાં રાખીને સરકાર વિકાસ અને દેવા વચ્ચે સંતુલન જાળવી રહી છે. રાજ્યની આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન જાળવવા માટે સંયમિત નીતિઓ અપનાવવામાં આવી રહી છે. જેના કારણે દેવાની સ્થિતિ નિયંત્રણમાં છે અને ભવિષ્યમાં પણ મજબૂત આર્થિક વૃદ્ધિ માટે માર્ગ મોકળો બન્યો છે.

આવક અને પ્રતિ વ્યક્તિ આવકમાં સતત વધારો

નાણામંત્રીએ રાજ્યની આવક અને પ્રતિ વ્યક્તિ આવકના આંકડા રજૂ કરતાં જણાવ્યું કે વર્ષ 2021-22 દરમિયાન રાજ્યની આવક 2,41,584 હતી, જે 2023-24માં વધીને 3,00,957 થઈ છે. આ વૃદ્ધિ રાજ્યની આર્થિક ગતિશીલતા અને ઉદ્યોગ, સેવા તથા કૃષિ ક્ષેત્રની સકારાત્મક કામગીરી દર્શાવે છે. નેશનલ GDPમાં ગુજરાતનો નોંધપાત્ર હિસ્સો હોવાનું પણ તેમણે જણાવ્યું, જે રાજ્યની ઉદ્યોગસાહસિકતા અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણને પ્રતિબિંબિત કરે છે. વધતી પ્રતિ વ્યક્તિ આવક રાજ્યના નાગરિકોના જીવન સ્તરમાં સુધારો દર્શાવે છે. સરકારનું ધ્યાન સ્થિર વિકાસ, રોજગાર સર્જન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા પર કેન્દ્રિત છે, જેથી આવનારા વર્ષોમાં પણ આર્થિક વૃદ્ધિનો દર જળવાઈ રહે.

ગુજરાત બજેટ 2026 ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો:

આ પણ વાંચો: બસમાં ફ્રી પાસ અને મફત પુસ્તકો, ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 13 મોટી જાહેરાતો કરાઈ, વિદ્યાર્થીઓ ખુશખુશાલ

vtv app promotion

‘ઘર સૌના માટે’ સંકલ્પને મજબૂત આધાર

એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર પૂરું પાડવાનો “ઘર સૌના માટે” સંકલ્પ સાકાર કરવા રાજ્ય સરકારે આવાસ યોજનાઓ માટે 4272 રૂપિયા કરોડની જોગવાઈ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના Pradhan Mantri Awas Yojana (ગ્રામીણ અને શહેરી), ડો. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) , પંડિત દિન દયાળ આવાસ યોજના ( Pandit Deendayal Awas Yojana) તેમજ હળપતિ આવાસ યોજના (Halpati Awas Yojana) જેવી વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે. રાજ્યભરમાં આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી છે. જેથી જરૂરિયાતમંદ પરિવારોને સુરક્ષિત અને સન્માનજનક નિવાસ મળી શકે. આ જોગવાઈ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના જીવનસ્તરમાં સુધારો લાવવાનો અને સર્વાંગી વિકાસને ગતિ આપવાનો સરકારનો હેતુ સ્પષ્ટ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kanu Desai Press Conference Gujarat Budget 2026-27 Electric Vehicle
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ