બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / બસમાં ફ્રી પાસ અને મફત પુસ્તકો, ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 13 મોટી જાહેરાતો કરાઈ, વિદ્યાર્થીઓ ખુશખુશાલ
Last Updated: 04:00 PM, 18 February 2026
Gujarat Budget 2026: કનુ દેસાઈ દ્વારા આજે વિધાનસભામાં 4,08,053 લાખ કરોડનું વિશાળ બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં ગત વર્ષની સરખામણીએ 10%નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વિકાસને વેગ આપવા અને રાજ્યની આર્થિક મજબૂતી માટે આ બજેટમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી હોવાનું તેમણે ગૃહને જણાવ્યું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત બજેટ 2026 ની સંપૂર્ણ માહિતી માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો:
ADVERTISEMENT
બજેટની સૌથી મહત્વપૂર્ણ જાહેરાતોમાંથી એક પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લગતી છે. આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય મળે તે હેતુથી આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પુરૂષ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા ₹2.5 લાખ હતી, જેને હવે વધારીને ₹6 લાખ કરવામાં આવી છે. કન્યાઓને તો આવક મર્યાદા વગર જ આ લાભ મળતો રહેશે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને આગળ ભણવાની નવી તક મળશે. રાજ્યમાં અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ લાભ આપવા માટે ₹5967 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નમો સેન્ટ્રલ લાયબ્રેપી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં ડિજિટલ રીડિંગ ઝોન, ઈ-લાઇબ્રેરી, સંશોધન કેન્દ્ર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખાસ વિભાગ અને બાળકો માટે વિશેષ વાંચન વિસ્તાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. રાજ્ય સરકારનો હેતુ યુવાનોમાં વાંચનની ટેવ વિકસાવવાનો અને સંશોધન માટે ઉત્તમ માહોલ પૂરું પાડવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.