ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અન્ય જિલ્લા / '2026-27નું બજેટ ગત બજેટ કરતાં 10 ટકા વધીને 4.08 લાખ કરોડનું', મુખ્યમંત્રીએ બજેટને આવકાર્યું

ગુજરાત બજેટ 2026 / '2026-27નું બજેટ ગત બજેટ કરતાં 10 ટકા વધીને 4.08 લાખ કરોડનું', મુખ્યમંત્રીએ બજેટને આવકાર્યું

Published By: Vidhata Gothi

Last Updated: 04:51 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2026-27: ગુજરાતનાં મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલે આજે રજૂ થયેલા 4.08 લાખ કરોડના બજેટને આવકાર્યું. આજે રજો થયેલા બજેટમાં ગત વર્ષ કરતાં 10% વધારો છે, જ્યારે બજેટના 65% વિકાસલક્ષી કાર્યો માટે ફાળવણી કરવામાં આવી છે.

ADVERTISEMENT

Gujarat Budget 2026-27: નાણામંત્રી કનુ દેસાઈએ આજે સતત પંચમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું. આજે નાણામંત્રી કનુ દેસાઈએ કુલ ₹4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કર્યું. ગુજરાત બજેટ 2026-27 અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આવી છે. વિધાનસભામાં કનુભાઈ દેસાઈએ રજુ કરેલ બજેટને મુખ્યમંત્રીએ આવકાર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિધાનસભામાં રજૂ થયેલ બજેટને "અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું" બજેટ ગણાવ્યું છે. નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલ આ બજેટ ગત વર્ષ કરતાં 10.2 ટકા વધારે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 2026-27નું બજેટ ગત બજેટ કરતાં 10 ટકા વધીને 4.08 લાખ કરોડનું છે. આ બજેટ રાજ્યની અવિરત વિકાસયાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે. સર્વ સમાવેશી બજેટ આપવા બદલ તેમણે નાણામંત્રી કનુ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

vtv app promotion

GYAN પર વિશેષ ધ્યાન

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. GYAN મોડેલને કેન્દ્રમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી કાર્યો માટે ફાળવવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે સરકાર વિકાસને પ્રાથમિકતા આપી રહી છે.

આ પણ વાંચો: 'દેવા માફીનો શબ્દ પણ નહીં, વિધવા-વૃદ્ધ પેન્શનની કોઈ જાહેરાત નહીં' ગુજરાત બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા

શિક્ષણ, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે રૂ. 64 હજાર કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. આ બજેટના કુલ ખર્ચના 20 ટકા છે. શિક્ષણ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં સરકારની પ્રતિબદ્ધતા દેખાય છે. આ બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈ પર લઈ જનારું સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhupendra Patel Kanu Desai Gujarat Budget 2026

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ