ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'દેવા માફીનો શબ્દ પણ નહીં, વિધવા-વૃદ્ધ પેન્શનની કોઈ જાહેરાત નહીં' ગુજરાત બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા
Last Updated: 04:34 PM, 18 February 2026
ADVERTISEMENT
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાજ્ય સરકારે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. કુલ 8 ટકા વધારા સાથે જીએસટી કરદાતાની સંખ્યા 13.69 લાખ થઈ છે. વર્ષ 2026-27 માં અંદાજ અનુસારની પુરાંત 1184 કરોડ હતી. ઈલેક્ટ્રિક વાહનોમાં 5 ટકા સુધી રિબેટ આપવાથી 210 કરોડ નાગરિકોને રાહત મળશે. રાજ્યનું એકંદર ઉપાડ 3 ટકા સામે 1.27 ટકા છે. ગુજરાતને લોન માટે કોઈ પરવાનગીની જરૂર નથી. ગુજરાતનું દેવું લિમિટમાં છે. ગુજરાતનું 14.65 ટકા દેવું છે જે મર્યાદિત છે. જે દેવું લીધું છે એ ખૂબ જ સસ્તુ 5.5 ટકા દરે દેવું છે. નેશનલ જીડીપીમાં ગુજરાતનું ભાગીદારી છે. વર્ષ 2021-22 માં 2,31,584 આવક હતી. વર્ષ 2023-24 માં 3,00,957 માથાદીઠ આવક નોંધાઈ છે.
ADVERTISEMENT
બજેટ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું.
ADVERTISEMENT
આજે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ થયું. નાણામંત્રી કનુ દેસાઈએ 4 લાખ 08 હજાર 53 કરોડનું અને 974 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યુ, આ બજેટમાં યુવાનો માટે ભરતીને લગતા બે નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં ડાયલ 112 જનરક્ષક માટે 3 હજાર જગ્યા તેમજ મહેસૂલી કચેરીઓ ખાતે 1546 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. જો કે બજેટ બાદ કોંગ્રેસે બજેટને ઝીરો માર્ક આપી સવાલ ઉઠાવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, વિકસિત ભારતને ધ્યાને રાખી બજેટ રજૂ કરાયું છે અને ગુજરાતનું દેવું પણ લિમિટમાં છે, ગુજરાતનું 14.65 ટકા દેવું છે, જે મર્યાદિત હોવાનું કનુ દેસાઈએ જણાવ્યું. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતની પ્રજાને આશા અને અપેક્ષા હતી, તેવું કઈ થયું નથી. વર્તમાન સમયની વાસ્તવિકતાથી વિપરિત બજેટ હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
રૂપિયો ક્યાંથી આવશે?
ADVERTISEMENT

રૂપિયો ક્યાં ખર્ચાશે?
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિધવા બહેનો માટે 2848 કરોડ, વ્હાલી દીકરી યોજના માટે 245 કરોડની જોગવાઈ, બજેટમાં એલાન
ADVERTISEMENT
કયા વિભાગમાં કેટલો ખર્ચ?
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો