બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / વિધવા બહેનો માટે 2848 કરોડ, વ્હાલી દીકરી યોજના માટે 245 કરોડની જોગવાઈ, બજેટમાં એલાન
Last Updated: 04:00 PM, 18 February 2026
Gujarat Budget 2026: ગુજરાત બજેટ 2026માં GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા વિવિધ જોગવાઈઓ કરવામાં આવી. એવામાં GYANના ચાર આધાર સ્તંભો પૈકી એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં અગત્યની છે. ત્યારે આ માટે પણ સરકારે હજારો કરોડોની જોગવાઈ કરી. ગુજરાતનાં બજેટ 2026માં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7690 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ADVERTISEMENT
નારીશક્તિની ભૂમિકાને ધ્યાનમાં રાખીને નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું - મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા 'લખપતિ દીદી' અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વ-રોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયોને સ્કેલ-અપ કરવા ₹47 કરોડની જોગવાઈ સૂચવું છું. સખી મંડળ સ્વ-સહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યા છે. સ્વ-સહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલ-અપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય આપવા ₹45 કરોડની જોગવાઈ કરું છું.
3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹972 કરોડની જોગવાઈ સૂચવું છું. નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે ₹1250 કરોડની જોગવાઈ કરું છું.
ADVERTISEMENT

મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યની ITIમાં અભ્યાસ કરતી તમામ દિકરીઓ માટે નવી "નમો કૌશલ્ય લક્ષ્મી યોજના" જાહેર કરું છું. જેના માટે ₹40 કરોડની જોગવાઈ સૂચવું છું. વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે ₹2848 કરોડની જોગવાઈ સૂચવું છું. રાજ્ય સરકાર દ્વારા 1091 મહિલા હેલ્પલાઇન, મહિલા પોલીસ સ્ટેશનો અને CCTV નેટવર્ક દ્વારા મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતના પ્રવાસન સ્થળોને લઈને બજેટમાં કરાયું મોટું એલાન, 2026નું વર્ષ પ્રવાસન વર્ષ તરીકે જાહેર
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.