ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / ગુજરાતના પ્રવાસન સ્થળોને લઈને બજેટમાં કરાયું મોટું એલાન, 2026નું વર્ષ પ્રવાસન વર્ષ તરીકે જાહેર

ગુજરાત બજેટ 2026 / ગુજરાતના પ્રવાસન સ્થળોને લઈને બજેટમાં કરાયું મોટું એલાન, 2026નું વર્ષ પ્રવાસન વર્ષ તરીકે જાહેર

Published By: Vidhata Gothi

Last Updated: 03:35 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Tourism Budget 2026: ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કર્યું. વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કરતાં તેમણે ગુજરાતનાં ટુરિઝમ સેક્ટરને લઈને પણ ઘણી મહત્ત્વની જાહેરાત કરી.

ADVERTISEMENT

Gujarat Budget 2026: ગુજરાતનું બજેટ 2026 રજૂ કરતાં સમયે વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનાં પ્રવાસન ક્ષેત્ર અંગે પણ ઘણી મોટી જાહેરાત કરી. તેમણે ગુજરાતનાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે પણ મોટી રકમની ફાળવણી કરી, જેના દ્વારા તેઓએ સાબિત કર્યું કે તેઓ 'ગુજરાત વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને સાકાર કરી રહ્યા છે અને ગુજરાતને યાત્રાધામો અને પ્રવાસન ક્ષેત્રમાં પણ વૈશ્વિક મંચ પર સ્થાન આપવાના સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કર્યા.

સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન' તરીકે વિકસાવવાનું આયોજન

તેમણે જણાવ્યું કે રાજ્યના મહત્ત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એકસપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેકટ માટે વધુ ₹3000 કરોડની જોગવાઈ કરું છું. આ પ્રોજેકટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઇવે બની રહેશે. તેમણે જણાવ્યું કે સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન' તરીકે વિકસાવવાની સરકારની યોજના છે. 'વન સ્ટેટ, વન ગ્લોબલ ડેસ્ટિનેશન' વિઝન હેઠળ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ₹20 કરોડની જોગવાઈ કરવામાં આવી.

vtv app promotion

ઉપરાંત પ્રવાસન સ્થળો ખાતે 1 હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરાશે. ટુરિસ્ટ ગાઈડને તાલીમ માટે ₹95 કરોડની જોગવાઈ કરવામાં આવી. "વેડ ઇન ગુજરાત" કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટિનેશન ડેસ્ટીનેશન તરીકે ઓળખ ઊભી કરાશે. અંબાજી યાત્રાધામના સર્વાંગી વિકાસ માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી. બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના મહાશિવરાત્રીના મેળા, નર્મદા પરિક્રમા માટે 55 કરોડની જોગવાઈ કરવામાં આવી.

આ પણ વાંચો: ગુજરાત બજેટ: ખેડૂતો માટે મોટી જાહેરાતો, જાણો બજેટની મહત્ત્વની વાતો

આ સિવાય સોમનાથ, શિવરાજપુર બીચ, વિસાવડામાં સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા ₹60 કરોડની જોગવાઈ કરવામાં આવી. આ સિવાય સોમનાથમાં અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરાશે, જેના માટે 447 કરોડની જોગવાઈ કરવામાં આવી. અંબાજી કોરિડોર માસ્ટર પ્લાન માટે ₹300 કરોડની જોગવાઈ કરી. આ સિવાય લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ માટે ₹95 કરોડની જોગવાઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારમાં આધુનિક સુવિધાઓના વિકાસ માટે ₹236 કરોડની જોગવાઈ કરવામાં આવી.

મહત્ત્વનું છે કે વર્ષ 2025માં 22 કરોડથી વધુ મુસાફરો ગુજરાત પ્રવાસે આવ્યા. એવામાં કચ્છનું સફેદ રણ, સૂર્યમંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર-સોમનાથ જેવા ગુજરાતનાં પ્રવાસન સ્થળો પર વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Tourism Budget 2026 Gujarat Budget 2026 Kanu Desai tourism Sector

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ