બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / ગુજરાત બજેટ: ખેડૂતો માટે મોટી જાહેરાતો, જાણો બજેટની મહત્ત્વની વાતો

ગુજરાત બજેટ 2026 / ગુજરાત બજેટ: ખેડૂતો માટે મોટી જાહેરાતો, જાણો બજેટની મહત્ત્વની વાતો

Vidhata Gothi

Last Updated: 02:46 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું. બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવી.

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કર્યું. વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કરતાં તેમણે ખેડૂતો માટે મોટી જોગવાઈની જાહેરાત કરી. તેમણે ખેડૂતો માટે જાહેરાત કરતાં જણાવ્યું - જગતના તાત એવા અન્નદાતા માટે કુદરતી આફતો જેવા કઠિન સમયમાં રાજ્ય સરકાર હરહંમેશ તેમની પડખે ઊભી રહી છે. રાજ્યમાં આવેલ પૂર અને કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાં મદદરૂપ થવા 11 હજાર કરોડ રૂપિયાથી વધુના કૃષિ રાહત પેકેજથી 33 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી છે.

તેમણે કહ્યું - "વાવણીથી વેચાણ સુધી" ખેડૂતની સાથે રહી તેને ચડ-ઉતર થતા બજારના ભાવોમાં મદદ કરવા 9 લાખ 50 હજારથી વધુ ખેડૂતો પાસેથી ₹18 હજાર કરોડથી વધુની મગફળી, મગ, અડદ, સોયાબીન અને કપાસની ટેકાના ભાવે ખરીદી કરેલ છે. ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્ત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઈ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ₹1565 કરોડની જોગવાઈ સૂચવું છું.

વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટીંગ અને બ્રાન્‍ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડીંગ અને સર્ટીફીકેશન સહાય માટે ₹39 કરોડની જોગવાઈ સૂચવું છું. ​રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસીંગ માટે 6 સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે ₹12 કરોડની જોગવાઈ સૂચવું છું.

vtv app promotion

રાજ્યમાં બાગાયત ક્ષેત્ર હેઠળનો વિસ્તાર છેલ્લા બે વર્ષમાં લગભગ બે લાખ હેક્ટરથી વધુ વિસ્તર્યો છે અને ફળ-શાકભાજી સહિતનું કુલ ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટનથી વધુ થયું છે. રાજ્યના ખેડૂતોને ઓછા ખર્ચની સામે આવક વધારતાં "પર ડ્રોપ મોર ક્રોપ" સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 25 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયેલ છે. બાકી રહેતા વિસ્તાર માટેનું કામ પ્રગતિ હેઠળ છે.

દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1237 કરોડ, સૌની યોજના માટે ₹473 કરોડ તથા કચ્છની યોજના માટે ₹1333 કરોડ એમ કુલ ₹3043 કરોડની જોગવાઈ સૂચવું છું. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઇ સુવિધા પૂરી પાડવાનું પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયેલ છે અને બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવેલ છે. જેના માટે ₹958 કરોડની જોગવાઈ સૂચવું છું.

આ પણ વાંચો: અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું

રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશનું ઉત્પાદન અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹1340 કરોડની જોગવાઈ સૂચવું છું. પશુઓના સંવર્ધન, સંરક્ષણ, રોગ નિદાન અને તેને લગતી માળખાકીય સુવિધાઓમાં સહાય આપી દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લઈ જવાનું આયોજન છે. ​રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ ગૌ માતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌસંવર્ધન તથા ગૌકલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. જેના માટે ₹500 કરોડની જોગવાઈ કરું છું.

​ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹1539 કરોડની જોગવાઈ કરું છું. સહકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે. જેમાં અનાજ સંગ્રહથી લઇને રાજ્યના 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્‍ટની સ્થાપના કરવામાં આવશે. જેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. જેના માટે ₹112 કરોડની જોગવાઈ સૂચવું છું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kanu Desai Gujarat Budget 2026 Agriculture Budget
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ