બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું
Last Updated: 02:08 PM, 18 February 2026
Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ માટે ઘણી જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત બજેટ 2026માં રમતગમત ક્ષેત્રે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી. નાણામંત્રી બજેટમાં આવનાર કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિક ગેમ્સ 2036ની તૈયારીના ભાગરૂપે મોટી જાહેરાત કરી.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યના વર્ષ 2026-27ના બજેટમાં અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ માટે 1278 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. આનાથી અમદાવાદમાં સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જાહેર પરિવહન સુવિધા વિકસાવાશે. સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમોના આધુનિકીકરણ માટે મોટી ફાળવણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બજેટ 2026માં GYAN મોડેલ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ માટે ઘણી જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા 5 નવી GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં નારીશક્તિ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે કનુભાઈ દેસાઈએ નાણાં મંત્રી તરીકે સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કર્યું છે. નોંધનીય છે કે, ગત વર્ષ 2025-26 માટે રાજ્યનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને તેમની પ્રશાસકીય અનુભૂતિ અને સરકારના વિશ્વાસને દર્શાવે છે. બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ રાજ્યના આવનારા વર્ષના વિકાસનો રોડમૅપ પણ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાત બજેટની સૌથી મોટી જાહેરાત, મધ્યમ વર્ગને થશે આ મોટો ફાયદો?
ગુજરાત સરકારના પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા દેશના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. દેશની જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક 3 લાખ રૂપિયાથી વધારે છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60%થી વધારે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.