બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અન્ય જિલ્લા / ગુજરાત બજેટની સૌથી મોટી જાહેરાત, મધ્યમ વર્ગને થશે આ મોટો ફાયદો?

ગુજરાત બજેટ 2026 / ગુજરાત બજેટની સૌથી મોટી જાહેરાત, મધ્યમ વર્ગને થશે આ મોટો ફાયદો?

Priykant Shrimali

Last Updated: 04:54 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2026 : રાજ્યના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય, શિક્ષણ, આવાસ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મોટી જોગવાઈઓ કરવામાં આવી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

Gujarat Budget 2026 : આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલું બજેટ 2026-27 અનેક મહત્વપૂર્ણ જાહેરાતોથી ભરેલું રહ્યું છે. આ બજેટમાં ભાવિ ટેકનોલોજી, રમતગમતનું મજબૂત માળખું અને મધ્યમ વર્ગને સીધો લાભ થાય તેવી યોજનાઓ પર વિશેષ ભાર મુકાયો છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય, શિક્ષણ, આવાસ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મોટી જોગવાઈઓ કરવામાં આવી છે.

આરોગ્ય ક્ષેત્રે મજબૂત પગલાં

સરકાર દ્વારા આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. 121 નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર શરૂ કરાશે. 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ થશે. આ માટે કુલ ₹260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. Pradhan Mantri Jan Arogya Yojana – મા યોજના માટે ₹3472 કરોડ ફાળવાયા છે. અત્યાર સુધી 68 લાખ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ પગલાંથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આરોગ્ય ખર્ચમાંથી રાહત મળશે.

આવાસ યોજનાઓમાં મોટું રોકાણ

રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પક્કા મકાન મળી રહે તે માટે સરકારે ₹4272 કરોડ ફાળવ્યા છે, જેના માધ્યમથી 3.15 લાખ ઘર બનાવાશે. આ ઘર PM આવાસ યોજના, ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજનાઓ હેઠળ બનાવાશે. આથી હજારો પરિવારોનું પોતાનું ઘરનું સ્વપ્ન પૂરું થશે.

આંગણવાડી અને પોષણ માટે જોગવાઈ

રાજ્યમાં 2000 નવી આંગણવાડીઓ બનાવાશે. હાલની આંગણવાડીઓના માળખામાં સુધારા માટે ₹360 કરોડ ફાળવાયા છે. આથી નાના બાળકો અને માતાઓને વધુ સારી સુવિધાઓ મળશે.

શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાતો

શિક્ષણમાં સમાન તક અને પ્રોત્સાહન મળે તે માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. SC-ST વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની આવક મર્યાદા ₹2.5 લાખથી વધારી ₹6 લાખ કરવામાં આવી. પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં આવક મર્યાદા ₹6 લાખ. આશ્રમશાળા અને ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયના વિદ્યાર્થીઓને માસિક સહાય ₹2160થી વધારી ₹2500. રાજ્યમાં 926 નવી PM-SHRI Schools શરૂ થશે. બાલવાટિકા થી ધોરણ 10 સુધીની સંકલિત શાળાઓ શરૂ કરાશે.

લાઇબ્રેરી વિકાસ

Gandhinagar માં આધુનિક "નમો સેન્ટ્રલ લાઇબ્રેરી" બનાવાશે. આદિજાતિ વિસ્તારોના 15 તાલુકામાં "ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરી" સ્થાપિત થશે. આ પગલાંથી શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તામાં વધારો થશે.

આ પણ વાંચો : SC/ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજના માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ, ગુજરાત બજેટમાં એલાન

અમદાવાદ બનશે ઓલિમ્પિક રેડી સિટી

Ahmedabad ને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયાર કરવા ₹1278 કરોડ ફાળવાયા છે. આ રકમથી સ્ટેડિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને જાહેર પરિવહન સુવિધાઓ વિકસાવવામાં આવશે. આથી ગુજરાત આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રે આગળ વધશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health Scheme Gujarat Gujarat Budget 2026 Kanubhai Desai
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ