બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અન્ય જિલ્લા / SC/ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ યોજના માટે આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ, ગુજરાત બજેટમાં એલાન
Last Updated: 05:00 PM, 18 February 2026
Gujarat Budget 2026 : ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઇએ નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. તેઓ સતત પાંચમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે, જે પોતે જ એક નોંધપાત્ર સિદ્ધિ માનવામાં આવે છે. આ બજેટમાં ખાસ કરીને શિક્ષણ, યુવા, ગરીબ અને પછાત વર્ગના કલ્યાણ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં મોટી રાહત
બજેટની સૌથી મહત્વપૂર્ણ જાહેરાતોમાંથી એક પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લગતી છે. આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય મળે તે હેતુથી આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ પુરૂષ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા ₹2.5 લાખ હતી, જેને હવે વધારીને ₹6 લાખ કરવામાં આવી છે. કન્યાઓને તો આવક મર્યાદા વગર જ આ લાભ મળતો રહેશે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને આગળ ભણવાની નવી તક મળશે. રાજ્યમાં અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ લાભ આપવા માટે ₹5967 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આશ્રમશાળા અને હોસ્ટેલના વિદ્યાર્થીઓને વધારેલી સહાય
ADVERTISEMENT
આદિજાતિ, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના આશ્રમશાળા તથા ગ્રાન્ટ-ઇન-એઇડ હોસ્ટેલમાં અભ્યાસ કરતા આશરે 2.77 લાખ વિદ્યાર્થીઓને મળતી માસિક સહાય ₹2160માંથી વધારીને ₹2500 કરવામાં આવી છે. આ વધારાથી વિદ્યાર્થીઓને રોજિંદી જરૂરિયાતોમાં રાહત મળશે.
શિક્ષણ ક્ષેત્રે નવા પગલાં
ADVERTISEMENT
ઉત્તમ અને આધુનિક સુવિધાઓ સાથે વધુ 926 પીએમ શ્રી શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ઉચ્ચ શિક્ષણ માટે લોન અને આર્થિક સહાય માટે ₹869 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેથી પછાત વર્ગના વિદ્યાર્થીઓને આગળ વધવાની તક મળે.
આરોગ્ય અને પોષણ પર ભાર
ADVERTISEMENT
Pradhan Mantri Jan Arogya Yojana સાથે સંકળાયેલી ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)’ માટે ₹3472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કરોડો લોકોને કેશલેસ સારવારનો લાભ મળ્યો છે. રાજ્યમાં 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને મજબૂત બનાવવાની દિશામાં 2000 નવી આંગણવાડીઓના નિર્માણ માટે ₹360 કરોડ ફાળવાયા છે. ઉપરાંત 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવા ₹260 કરોડની જોગવાઈ કરાઈ છે.

ADVERTISEMENT
ગ્રામ વિકાસ અને રોજગારી
VB-G RAM G યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીના દિવસો 100માંથી વધારીને 125 કરવામાં આવ્યા છે, જેના માટે ₹1500 કરોડ ફાળવાયા છે. શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રોમાં પણ વધારો કરવામાં આવશે અને નવા 121 કેન્દ્રો શરૂ થશે. ‘ઘર સૌના માટે’ના સંકલ્પ સાથે વિવિધ આવાસ યોજનાઓ માટે ₹4272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત આશરે 3.15 લાખ ઘરોનું નિર્માણ કરવાનો લક્ષ્ય છે.
રાજ્યની આર્થિક સ્થિતિ
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. રાજ્યની માથાદીઠ આવક ₹3.01 લાખ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. ગુજરાતને પોલિસી ડ્રાઈવન સ્ટેટ તરીકે આગળ ધપાવવા સ્પેસટેક, ગ્રીન હાઇડ્રોજન અને AI જેવી નવી નીતિઓ જાહેર કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.