બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અન્ય જિલ્લા / ગાંધીનગરમાં 100 કરોડના ખર્ચે દેશની સૌથી મોટી નમો સેન્ટ્રલ લાઈબ્રેરી બનશે, કનુ દેસાઈનું મોટું એલાન
Last Updated: 02:22 PM, 18 February 2026
ગાંધીનગર ખાતે ચાલી રહેલા ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-2027નું મહત્વપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં શિક્ષણ અને જ્ઞાન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. ખાસ કરીને ગાંધીનગરમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે દેશની સૌથી મોટી ‘નમો સેન્ટ્રલ લાઇબ્રેરી’ સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
નમો સેન્ટ્રલ લાયબ્રેરી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં ડિજિટલ રીડિંગ ઝોન, ઈ-લાઇબ્રેરી, સંશોધન કેન્દ્ર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખાસ વિભાગ અને બાળકો માટે વિશેષ વાંચન વિસ્તાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. રાજ્ય સરકારનો હેતુ યુવાનોમાં વાંચનની ટેવ વિકસાવવાનો અને સંશોધન માટે ઉત્તમ માહોલ પૂરું પાડવાનો છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર દરમિયાન નશાબંધી પર ચર્ચા થઈ, જે દરમિયાન સતત પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાનું દારૂ અને ડ્રગ્સ પકડાયા હોવાના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. શૈલેષ પરમારે જણાવ્યું કે વિપક્ષ તરીકે અમે ચર્ચામાં સહભાગી થઈએ છીએ. શૈલેષ પરમારે કહ્યું કે અમદાવાદ શહેરમાં કરોડોના દારૂ-ડ્રગ્સ પકડાયા. બે વર્ષમાં 17 કરોડ રૂપિયાનું દારૂ અને 20 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું.
ADVERTISEMENT

શૈલેષ પરમારે કહ્યું, સરકારે સ્વીકાર કર્યો છે 2024 કરતા 2025માં દારૂ અને ડ્રગ્સ વધુ પકડાયો. સરકારે ચિંતા કરી ચૂંટાઈને તમને મોકલ્યા છે. પોલીસને પણ અભિનંદન આપીએ છીએ કે તેમણે દારૂ અને ડ્રગ્સ પકડ્યા. પરંતુ દારૂ પકડાય છે એટલે પીવાય છે એ પણ સાચું છે. નાના પીઆઈ કે પીએસઆઈની બદલી કરીને સંતોષ માનવો ખોટો છે. મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી, જે ખોટું છે. ડીવાયએસપી અને ડીસીપી જેવા અધિકારીઓ સામે સરકારે પગલાં લેવા જોઈએ તેવી માંગ તેમણે ઉઠાવી.
ADVERTISEMENT
દરમિયાન કોંગ્રેસના અમિત ચાવડાએ પણ નશાબંધીમાં પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે નશાબંધીનો કાયદો અમલમાં છે કે કેમ? દારૂ અને ડ્રગ્સ સહિતના પદાર્થો પકડાવા બાબતે પણ તેમણે સવાલ ઉઠાવ્યા. તેમણે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું હોય તેવી સ્થિતિ હોવાનું જણાવ્યું અને આઈપીએસ અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સરકાર તૈયાર છે કે નહીં તેવો સવાલ કર્યો.
ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો જવાબ આપતા કહ્યું કે ગુજરાત પોલીસને અભિનંદન આપું છું. ડંકાની ચોટ પર કહેવા માંગું છું કે સરકારની ગંભીરતાપૂર્વકની કામગીરીના કારણે આટલા આંકડા દેખાય છે. તેમણે કહ્યું કે હજુ 316 ગુનેગારો પકડવાના બાકી છે અને ઘણા ગુનેગારો એવા છે જેમના પર વધુ ગુનાઓ છે. જ્યારે છૂટે ત્યારે એવા ગુનેગારોને ફરીથી પકડી લેવામાં આવે છે.
ADVERTISEMENT

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે એરપોર્ટ પર થયેલી કાર્યવાહી પરથી અંદાજો આવે. સુરત એરપોર્ટ પર ડ્રગ્સ સાથે ચેન્નઈના રિસીવરને પકડ્યા. પોલીસે હાઈવે પર પણ ડ્રગ્સ પકડ્યું છે. ગઈકાલે એટીએસએ પાકિસ્તાનથી આવતું 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે. બીજા રાજ્યમાં જતું ડ્રગ્સ પણ ગુજરાત પોલીસે પકડ્યું છે. ડ્રગ્સ પકડવાની કામગીરી ગુજરાત પોલીસે કરી.
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે તમારે ગુજરાતને ઉડતું ગુજરાત બનાવવું છે એ ના બની શકે. કોંગ્રેસના શાસનમાં શું ધંધા કરતા હતા એ મારે અહીંયા નથી કહેવું. તમારા કયા મંત્રીની ગાડીમાંથી શું પકડાયું એ ખબર છે. નશાબંધીની ચર્ચા દરમિયાન ગૃહમાં હોબાળો થયો. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ ગુસ્સે થઈને કહ્યું મોહમ્મદ સુરતી કોણ હતું? વિધાનસભા અધ્યક્ષે નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સભ્યોને બેસાડીને ગૃહની કામગીરી આગળ વધારી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.