બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અન્ય જિલ્લા / સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1237 કરોડની જાહેરાત તો નળકાંઠા માટે વિશેષ યોજના
Last Updated: 04:51 PM, 18 February 2026
Gujarat Budget 2026 : આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવેલ ગુજરાત બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. વિગતો મુજબ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટ 2026-27માં કૃષિ, સિંચાઈ, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગને મજબૂત બનાવવાના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને પાણી વ્યવસ્થાપન અને ખેડૂત આવક વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સુજલામ સુફલામ અને સિંચાઈ માટે મોટી જોગવાઈ
Sસુજલામ સુફલામ યોજના હેઠળ દરિયામાં વહી જતાં નર્મદાના પાણીનો ઉપયોગ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા વિસ્તારોમાં થાય તે માટે ₹1237 કરોડ ફાળવવામાં આવ્યા છે. તે ઉપરાંત સૌની યોજના માટે ₹473 કરોડ, કચ્છ વિસ્તારની યોજના માટે ₹1333 કરોડ આ રીતે કુલ ₹3043 કરોડ પાણી સંચાલન માટે ફાળવાયા છે.
ADVERTISEMENT
Gujarat Budget 2026-27
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 18, 2026
ગુજરાત બજેટમાં કરાયેલી મહત્વની જોગવાઇઓ#GujaratBudget2026 #GujaratBudget #Budget2026 #BudgetSession2026 #GujaratBudgetSession2026 #ViksitGujarat #GujaratDevelopment #KanubhaiDesai #ગુજરાતબજેટ #બજેટસત્ર #ગુજરાતવિકાસ #VTVDigital pic.twitter.com/A4KP76BehY
નળકાંઠા વિસ્તાર માટે વિશેષ યોજના
ADVERTISEMENT
અમદાવાદ જિલ્લાનાના નળકાંઠા વિસ્તારના અંતિમ ગામોમાં પાઇપલાઇન અને કેનાલ દ્વારા સિંચાઈ સુવિધા પહોંચાડવાના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે. હવે બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના માટે ₹958 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાંથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને પાક ઉત્પાદન વધશે.
મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન
ADVERTISEMENT
રાજ્યના મત્સ્ય ઉદ્યોગને વધુ મજબૂત બનાવવા માટે ₹1340 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ રકમનો ઉપયોગ માળખાકીય સુવિધા, આધુનિક સાધનો અને સ્ટોરેજ વ્યવસ્થા વિકસાવવા માટે થશે. ઉત્પાદન અને નિકાસ વધારવાનો હેતુ રાખવામાં આવ્યો છે, જેથી રોજગાર અને આવક બંનેમાં વધારો થાય.
ગૌમાતા સંવર્ધન માટે ₹500 કરોડ
ADVERTISEMENT
ગૌમાતા પોષણ યોજના હેઠળ ગાયોના સંરક્ષણ, સંવર્ધન અને આરોગ્ય માટે ₹500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પશુ આરોગ્ય સેવા, રોગ નિદાન અને આધુનિક સુવિધાઓના વિકાસ દ્વારા દેશના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 10%થી વધુ લેવો એ સરકારનો લક્ષ્ય છે.
ADVERTISEMENT
કિસાન ક્રેડિટ કાર્ડ અને વ્યાજ સહાય
ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડૂઓને સમયસર નાણાકીય સહાય મળી રહે તે માટે Kisan Credit Card હેઠળ વ્યાજ સહાય માટે ₹1539 કરોડ ફાળવાયા છે. આથી ખેડૂતો પર વ્યાજનો બોજ ઓછો થશે અને તેઓ ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ સરળતાથી કરી શકશે.

બાયો CNG પ્લાન્ટ–ગ્રીન ઉર્જાની દિશામાં પગલું
રાજ્યના 4 ઝોનમાં બાયો CNG પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ₹112 કરોડ ફાળવાયા છે. આ યોજનાથી પશુપાલકોને પૂરક આવક મળશે અને વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે. સહકારી મંડળીઓને પણ બહુહેતુક કાર્ય માટે સક્ષમ બનાવવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાત બજેટની સૌથી મોટી જાહેરાત, મધ્યમ વર્ગને થશે આ મોટો ફાયદો?
કૃષિ યાંત્રિકીકરણ માટે ₹1565 કરોડ
ખેડૂતોનો ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા કૃષિ યાંત્રિકીકરણ મહત્વપૂર્ણ છે. ટ્રેક્ટર, પાવર ટીલર, સીડ ડ્રિલ અને હાર્વેસ્ટર જેવા સાધનો ખરીદવામાં સહાય માટે ₹1565 કરોડ ફાળવાયા છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને આથી સીધો લાભ મળશે. વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે ₹39 કરોડ ફાળવાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.