બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અન્ય જિલ્લા / યુવાનો અને મજૂરો માટે ખુલ્યો પટારો, રોજગાર વિભાગ માટે ₹2902 કરોડનું ફંડ ફાળવાયું

ગુજરાત બજેટ 2026 / યુવાનો અને મજૂરો માટે ખુલ્યો પટારો, રોજગાર વિભાગ માટે ₹2902 કરોડનું ફંડ ફાળવાયું

Priykant Shrimali

Last Updated: 04:49 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2026 : રાજ્યમાં યુવાનોને તાલીમ અને રોજગારી માટે સક્ષમ બનાવવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકમાં

Gujarat Budget 2026 : આજે રજૂ થયેલ બજેટમાં ખાસ કરી યુવાનો અને મજૂરો માટે પટારો ખુલ્યો છે. વાસ્તવમાં ગુજરાત સરકારે શ્રમ, કૌશલ્ય વિકાસ અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે કુલ ₹2,902 કરોડનું ફંડ ફાળવી યુવાનો અને મજૂરો માટે વિકાસનો મોટો દરવાજો ખોલ્યો છે. આ જોગવાઈનો મુખ્ય હેતુ રાજ્યમાં કુશળ માનવબળ તૈયાર કરવો, રોજગારીની તકો વધારવી અને ટેકનિકલ તેમજ ઉચ્ચ શિક્ષણને મજબૂત બનાવવાનો છે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર

રાજ્યમાં યુવાનોને તાલીમ અને રોજગારી માટે સક્ષમ બનાવવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવી છે. Namo Gujarat Kaushalya Mission માટે ₹226 કરોડ ફાળવાયા છે, જેથી ઉદ્યોગોને જરૂરી કુશળ માનવબળ તૈયાર થાય. શ્રમિક કલ્યાણ હેઠળ Shramik Annapurna Yojana માટે ₹200 કરોડ, PM Setu Yojana માટે ₹200 કરોડ અને Shramik Basera Yojana માટે ₹150 કરોડ.

ITI વિકાસ

ટેકનિકલ શિક્ષણ મજબૂત બનાવવા માટે 16 નવી ITI બિલ્ડિંગ માટે ₹97 કરોડ, નવી મશીનરી અને સાધનો માટે ₹84 કરોડ. આ પગલાંથી વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ સુવિધા મળશે.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમાં વધારો

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) હેઠળ 90 હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય માટે ₹400 કરોડ. રાજ્યમાં 16 નવી સરકારી કોલેજો શરૂ કરવા અને હાલની બિલ્ડિંગ સુવિધા માટે ₹126 કરોડ. આથી વધુ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાની તક મળશે.

એજ્યુકેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે

શૈક્ષણિક માળખાકીય સુવિધાઓમાં સુધારા માટે ખાસ આયોજન કરાયું છે. i-Hub Ahmedabad અને તેના પ્રાદેશિક કેન્દ્રો માટે ₹80 કરોડ. L.D. College of Engineering ખાતે નવા હોસ્ટેલ બ્લોક અને રિસર્ચ પાર્ક માટે ₹102 કરોડ. L.E. College ના અપગ્રેડેશન માટે ₹35 કરોડ. સેમી-કન્ડક્ટર, વાઈલ્ડ લાઈફ અને હેરિટેજ જેવા આધુનિક અભ્યાસક્રમો માટે ₹28 કરોડ. આ પગલાંથી રાજ્યમાં ટેકનિકલ અને નવીનતા આધારિત શિક્ષણને ગતિ મળશે.

આ પણ વાંચો : સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹1237 કરોડની જાહેરાત તો નળકાંઠા માટે વિશેષ યોજના

યુવા કલ્યાણ અને પ્રોત્સાહન

યુવાનોના સર્વાંગી વિકાસ માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. 2.12 લાખ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ સહાય માટે ₹43 કરોડ. લગભગ 19.84 લાખ વિદ્યાર્થીઓ માટે યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવશે. યુનિવર્સિટીઓમાં સ્પોર્ટ્સ સુવિધા માટે ₹96 કરોડ. National Cadet Corps (NCC) લીડરશીપ એકેડેમી, Rajkot ખાતે સ્થાપવા ₹31 કરોડ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ITI Development Gujarat Budget 2026 Namo Gujarat Kaushalya Mission
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ