બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી
Last Updated: 10:08 AM, 12 May 2026
Gujarat Weather : દેશભરમાં હવામાનના મિજાજમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ ગુજરાત સહિત પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ગરમી લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહી છે, તો બીજી તરફ ઉત્તર અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ, વાવાઝોડા અને વીજળીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં ચેતવણી જાહેર કરી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરમીનો પ્રકોપ વધુ ગંભીર બન્યો છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરતાં લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપી છે. સુરેન્દ્રનગરમાં તાપમાન 45.5 ડિગ્રી સુધી પહોંચી જતા શહેર જાણે અગ્નિકુંડ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં પણ 44.3 ડિગ્રી અને ગાંધીનગરમાં આશરે 44 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
દિલ્હી-NCR વિસ્તારમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરીને ભારે પવન, વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડા સહિતના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 13 મે પછી હવામાનમાં થોડો સુધારો થવાની સંભાવના છે.
ADVERTISEMENT

ઉત્તર પ્રદેશમાં આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. પૂર્વીય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ અને તેજ પવનની શક્યતા છે. બિહારમાં પણ 19 જિલ્લાઓ માટે ખાસ એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. રાજસ્થાનમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. જોધપુર અને બિકાનેર સહિતના વિસ્તારોમાં આગામી દિવસોમાં હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા અને ઝરમર વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : દિલ્હી-હરિયાણા સહિત આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, રાજસ્થાનમાં લૂ નું એલર્ટ
મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા અને ભારે પવનની આગાહી વચ્ચે તંત્ર સતર્ક બન્યું છે. રાયસેન, જબલપુર, છિંદવાડા અને બાલાઘાટ જેવા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ઊંચા પર્વતો પર હિમવર્ષાની સંભાવના છે. 4500 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં બરફવર્ષા થઈ શકે છે, જેના કારણે ઠંડીમાં વધારો થશે. ઝારખંડમાં સક્રિય ટ્રફ લાઇનના કારણે હવામાનમાં મોટો ફેરફાર નોંધાયો છે. આગામી ચાર દિવસ સુધી વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાકથી વધુ રહી શકે છે. ઉત્તરપૂર્વના રાજ્યો જેમ કે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.