બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાબરમતી નદીના પટમાં કિંમતી ધાતુનો ખજાનો... ભિખારી પણ બની ગયા માલામાલ!
Last Updated: 01:09 PM, 11 May 2026
Ahmedabad News: અમદાવાદની સાબરમતી નદીના વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી છેલ્લા 25 દિવસથી સાબરમતી નદી ખાલી કરવામાં આવી છે ત્યારે સાબરમતી નદીમાં રોજ સવાર થતા નદીના પટમાં મેળો લાગ્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને લઈને અમદાવાદીઓમાં કુતૂહલ પામી છે.
ADVERTISEMENT

ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને સાબરમતીના વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગ અને મેન્ટેનન્સ કામકાજ ચાલી રહ્યું છે જેથી નદીને સંપૂર્ણ ખાલી કરવામાં આવી છે ત્યારે નદીના પટમાં શ્રમજીવીઓ પ્રાણી આજીવિકા ચલાવવા માટે જીવાડી રહ્યા છે, આ કોઈ અમદાવાદ ના નથી પણ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી અમદાવાદની સાબરમતી નદીના પટમાં આવીને ખોદકામ કરીને રૂપિયા, પૈસા, સોના ચાંદીના સિક્કા અને કિંમતી ધાતુઓની શોધખોળ કરી રહ્યા છે.
ADVERTISEMENT
આમ અમદાવાદની સાબરમતી નદીમાં નાગરિકો પૂજા વિધિ બાદ નદીમાં અનેક વસ્તુઓ પધરાવતા હોય છે જેમાં ચાંદીની ગાય, સોના ચાંદીના સિક્કા પણ પડાવતા હોય છે જ્યારે અમુક લોકો પૂજા સામગ્રી સાથે પૈસા પણ પધરાવતા હોય છે ત્યારે આ તમામ ચીજવસ્તુઓ નદીની માટીમાં ગરકાવ થઈ જાય છે. જેથી સાબરમતી નદી ખાલી થવાના કારણે લોકો શોધખોળ કરવા આવે છે એક દિવસમાં ઓછામાં ઓછા 400 થી 500 રૂપિયાની શોધખોળ કરે છે, નસીબ હોય તો સોના ચાંદીની ચીજવસ્તુઓ પણ મળી આવે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્રાઇમ / સનાથલ ગામે લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં યુવકને પતાવી દીધો
આમ સાબરમતી નદીમાં લોકો ફરવા માટે આવે છે પણ અમુક પરિવારો સાબરમતી ખાલી થવાની રાહ જોઈને બેઠા હોય છે અને ક્યારે સાબરમતી નદી ખાલી થાય અને ત્યાં શોધખોળ કરે, આમ સાબરમતી નદી ખાલી થવાથી પણ લોકોને રોજગારી અને આજીવિકા આપી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.