બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સનાથલ ગામે લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં યુવકને પતાવી દીધો
Last Updated: 09:23 AM, 11 May 2026
Ahmedabad News : અમદાવાદના સનાથલ ગામમાં લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતે બોલાચાલી બાદ એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. રવિવારે રાત્રે આ ઘટના બની હતી. જેની પોલીસ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
સનાથલ ગામમાં સામાન્ય ઝઘડામાં 31 વર્ષીય દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગા ચૌહાણની હત્યા કરી દેવાઇ છે. સાંતેજના લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતે બબાલ થઇ હતી. જેથી ગામમાં પરત આવ્યા બાદ ઝઘડાની અદાવતમાંમાં આ હત્યા કરવામાં આવી હતી.
આરોપી ચેહર ઠાકોર દ્વારા યુવક પર છરીથી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું મોત નિપજ્યું છે. ચાંગોદર પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સનાથલ ગામના મોટુ ફળિયામાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગા ભરતસિંહ ચૌહાણ (ઉ.વ. 31) ગત 10 મેના બપોરે સાંતેજ ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાં તેમણે આરોપી ચેહર બાબુભાઈ ઠાકોર સાથે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુઃખ રાખીને જ્યારે તેઓ પરત સનાથલ આવ્યા, ત્યારે રાત્રે આશરે 8 વાગ્યે આરોપીના ઘરે ફરીથી ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા ચેહર ઠાકોરે દેવેન્દ્રસિંહ પર છરી વડે ઘા ઝીંકી દેતા તેમનું મોત નીપજ્યું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતની પાવન ધરા પર લોકલાડીલા નેતાનું આગમન: જામનગરમાં જનસભાથી કરી પ્રવાસની શરૂઆત
સાંતેજના લગ્ન પ્રસંગમાં સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. આરોપી ચેહર ઠાકોર દ્વારા યુવક પર છરીથી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું મોત નિપજ્યું છે. ચાંગોદર પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.