ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMCને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં

અમદાવાદ / AMCને ફળી ટિક્સ રિબેટ યોજના, છલકાઈ તિજોરી, આવક કરોડોમાં

Published By: Priykant Shrimali

Last Updated: 12:30 PM, 1 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC Tax Rebate : ટેક્સ રિબેટ યોજના મોટી સંખ્યામાં નાગરિકોએ સમયસર ટેક્સ ભરતા મનપાની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો

ADVERTISEMENT

AMC Tax Rebate : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અમલમાં મુકાયેલી એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજનાને શહેરના કરદાતાઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ યોજનાના અંતર્ગત મોટી સંખ્યામાં નાગરિકોએ સમયસર ટેક્સ ભરતા મનપાની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. પરિણામે AMCની તિજોરીમાં 980 કરોડ રૂપિયાથી વધુની આવક જમા થઈ છે.

અમદાવાદ મનપાની આવકમાં મોટો વધારો

મહત્ત્વનું છે કે, મનપા દ્વારા એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને 15 ટકા સુધીની રિબેટ આપવામાં આવતી હતી. આ લાભ મેળવવા માટે 31 મે અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. છેલ્લી તારીખ નજીક આવતા અનેક મિલકતધારકોએ ટેક્સ ભરવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો, જેના કારણે વસૂલાતના આંકડામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

પ્રાથમિક વિગતો મુજબ શહેરના આશરે 8.28 લાખ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ જમા કરાવી યોજનાનો લાભ લીધો છે. કરદાતાઓના આ સકારાત્મક પ્રતિસાદથી માત્ર મનપાની આવકમાં વધારો થયો નથી, પરંતુ ભવિષ્યના વિકાસકાર્યો માટે પણ નાણાકીય સશક્તતા પ્રાપ્ત થઈ છે. ખાસ વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મનપાને લગભગ 156 કરોડ રૂપિયાની વધારાની આવક મળી છે. આ વધારો દર્શાવે છે કે રિબેટ યોજના કરદાતાઓને પ્રોત્સાહિત કરવામાં સફળ રહી છે. સમયસર ટેક્સ ભરવાની વૃત્તિ વધતા નાગરિકો અને મનપા બંનેને લાભ થયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં જાહેર કરાયેલી વધુ એક ભરતી સ્થગિત, જાણો કેમ અને કઇ?

શહેરના વિકાસ માટે પ્રોપર્ટી ટેક્સ આવક મહત્વનો આધારસ્તંભ ગણાય છે. રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠો, સ્વચ્છતા અને અન્ય નાગરિક સુવિધાઓ માટે જરૂરી નાણાંનો મોટો હિસ્સો આવી આવકમાંથી જ પ્રાપ્ત થાય છે. તેથી ટેક્સ વસૂલાતમાં થયેલો વધારો શહેરના વિકાસ માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. AMCના અધિકારીઓનું માનવું છે કે, નાગરિકોની જાગૃતિ અને આકર્ષક રિબેટ યોજનાના કારણે આ વર્ષે અપેક્ષા કરતાં વધુ પ્રતિસાદ મળ્યો છે. આગામી સમયમાં પણ આવી યોજનાઓ દ્વારા કરદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી શહેરના વિકાસ માટે જરૂરી નાણાકીય સંસાધનો વધુ મજબૂત બની શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AMC Tax Rebate Scheme Ahmedabad Municipal Corporation Advance Property Tax

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ