બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કમોસમી વરસાદે વરસાવ્યો કહેર, ખેતરોમાં પાક નષ્ટ થતા ખેડૂતો પાયમાલ થયા!
Last Updated: 06:30 PM, 31 October 2025
બોટાદ જિલ્લાના ખેડૂતો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં પડેલા કમોસમી માવઠાને કારણે ખેડૂતોને "પડ્યા પર પાટા" સમાન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ગઢડા તાલુકાના ભંડારીયા સહિતના ગામોમાં કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થતા ખેડૂતોની હાલત દયનીય બની છે.
ADVERTISEMENT
બોટાદ જિલ્લામા ખેતીમાં મુખ્યત્વે કપાસ નું વાવેતર થાય છે, જિલ્લા કુલ ૧ લાખ ૫૩ હજાર હેક્ટર મા કપાસનું વાવેતર થયું છે. ખેડૂતોએ રાત-દિવસની મહેનત કરીને તૈયાર કરેલો કપાસનો પાક તૈયાર થયો અને વિણવાનો સમયે જ કમોસમી વરસાદની ઝપેટમાં આવી ગયો છે. ગઢડા તાલુકાના ભંડારીયા ગામ સહિત સમગ્ર બોટાદ જિલ્લામા કપાસના પાકને મોટું નુકશાન પહોંચ્યું છે, જેના કારણે જગતનો તાત રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અન્ય ગામોમાં પણ કપાસ સહિતના પાકને વ્યાપક નુકસાની થઈ હોવાના અહેવાલો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઉભા પાકનો સોથ વળી ગયો છે, અને ખેડૂતોએ ભારે લાચારી અનુભવી રહ્યા છે.

ADVERTISEMENT
ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોને ફરી એકવાર આર્થિક રીતે પાયમાલ કર્યા છે. ચોમાસા દરમિયાન પાકને થયેલા નુકસાનમાંથી હજી ખેડૂતો સંભળી પણ ન શક્યા હોય ત્યારે ફરી પડેલા અચાનક વરસાદે તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે.
ઘોઘા તાલુકાના છેવાડાના ભાખલ ગામમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં મગફળી અને કપાસનો પાક નષ્ટ થયો છે. ગામના ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી પાક તૈયાર થવાના સમયગાળામાં કુદરત વિમુખ બનતી હોવાથી સતત ભારે નુકસાન સહન કરવું પડે છે.
ADVERTISEMENT

સ્થાનિક મનારી નદી બે કાંઠે વહી જતાં ગામના ખેતરો સુધી જવાના રસ્તા પાણીમાં તણાઈ ગયા છે. બાળકો શાળાએ જવા માટે જે કોઝવે પરથી જતા હતા તે પણ ધોવાઈ જતાં ગામની બહાર જવાનું જોખમી બની ગયું છે. વરસાદી તોફાનને કારણે ગામના અનેક કાચા મકાનોમાં પણ જમીન ધસી જવાના બનાવો સામે આવ્યા છે. ભાખલ ગામના ખેડૂતો અને ગ્રામજનો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને સહાય આપવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સતત ત્રીજા વર્ષે પાકના નાશને કારણે હવે રોજી-રોટીનું સંકટ ઊભું થયું છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિનું મૂલ્યાંકન શરૂ કરાયું છે અને મનારી નદીના પાણીનું સ્તર ઘટે ત્યાર બાદ ગામ તરફ રાહત કામગીરી હાથ ધરાશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે.
ADVERTISEMENT

તાજેતરમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ખેતીને વ્યાપક નુકસાન થયું છે, જેના પગલે સરકારી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો આ સર્વે સામે ખેડૂતો સરકાર પાસે મોટી સહાય અને રાહત પેકેજ જાહેર કરવાની આસ લગાવી રહ્યા છે.
ADVERTISEMENT

હાલમાં ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. તૈયાર પાક ઉપાડવાની અણી પર હતો, ત્યાં જ આ અણધાર્યા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. સમગ્ર જિલ્લામાં નુકસાનનું આકલન કરવા માટે ગ્રામ સેવકોની ટીમે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે."જિલ્લામાં હાલ 155થી વધુ ગ્રામ સેવકો અને વીસીસી સહિતની ટીમો યુદ્ધના ધોરણે સર્વેની કામગીરીમાં જોડાયા છે. આ સર્વે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ પદ્ધતિથી હાથ ધરવામાં આવી રહ્યો છે. જોકે, ખેડૂતોની ફરિયાદ છે કે અમુક વિસ્તારોનો સર્વેમાં સમાવેશ કરાયો છે, પરંતુ નુકસાન તો સર્વત્ર થયું છે, તેથી સમગ્ર જિલ્લાને આવરી લેવામાં આવે તે જરૂરી છે. સર્વે તો ઠીક પણ સરકાર તાત્કાલિક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ VIDEO : મંત્રી સામે ચોધાર આંસુએ રડ્યાં વૃદ્ધા, આ દર્દ ફક્ત ખેડૂત જ સમજી શકે
વીટીવી ના માધ્યમ થી ખેડૂતોએ જણાવ્યું હતું કે એક વીઘા મગફળી તૈયાર કરવામાં અમને આશરે ₹20,000 જેટલો ખર્ચ થાય છે. કમોસમી વરસાદને કારણે મગફળીનો તૈયાર પાક ખેતરમાં જ સડી ગયો છે અને પશુઓનો ચારો પણ સંપૂર્ણ ખતમ થઈ ગયો છે. આ સર્વે તો ઠીક છે, પણ અમે સરકાર પાસે વીઘા દીઠ મોટી સહાય અને મોટું રાહત પેકેજ જાહેર કરવાની આશા રાખી રહ્યા છીએ. સરકાર અમારી વહારે આવે તેવી અમારી નમ્ર વિનંતી છે."ત્યારે હાલ ગીર ના ખેડૂતોની માંગ સ્પષ્ટ છે. માત્ર સર્વેથી નહીં, પણ મોટી સહાય અને રાહત પેકેજ દ્વારા જ ધરતીપુત્રને આ આફતમાંથી ઉગારી શકાશે. હવે જોવું એ રહ્યું કે સર્વેના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર ગીર સોમનાથના તમામ ખેડૂતો માટે શું નિર્ણય લે છે અને ખેડૂતોને ક્યારે રાહત મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.