ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / groom demand for apache bike get splendor bride suicide

કરુણ અંજામ / દહેજમાં APACHE ને બદલે SPLENDOR બાઇક મળ્યું તો મંડપ છોડીને ભાગ્યા વરરાજા, દુલ્હનને એટલું લાગી આવ્યું કે..

Published By: Khyati

Last Updated: 10:28 AM, 20 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌમાં જયમાલા દરમિયાન લગ્ન તોડી નાંખ્યા વરરાજાએ. સ્પોર્ટ્સ બાઇક ન મળતા જાન લઇને પાછો ફર્યો વરરાજા. દુલ્હને કરી આત્મહત્યા

ADVERTISEMENT

  • લખનૌમાં લગ્ન દરમિયાન ચોંકાવનારી ઘટના
  • અપાચે બાઇક ન મળતા  વરરાજાએ લગ્ન તોડ્યા
  • દુલ્હનને લાગી આવતા કરી આત્મહત્યા

લગ્નને લઇને ઘણીવાર એવા બનાવો બને છે કે ન પૂછો વાત. ઘણીવાર તો ખબર ન પડે કે લગ્ન કરવા ગયા છે કે આર્થિક માંગણીઓ સંતોષવા ગયા છે. ત્યારે વધુ એક કિસ્સો એવો સામે આવ્યો છે કે વરરાજાએ સ્પોર્ટ્સ બાઇક ન મળતા જાન લઇને પાછો જતો રહ્યો. દુલ્હનને એવો આઘાત લાગ્યો કે તેણે આપઘાત કરી લીધો. આ ઘટનાને લઇને ભારે ચકચાર મચી છે. ત્યારે આવો જાણીએ આ ઘટના વિશે વિગતવાર

અપાચેને બદલે સ્પ્લેન્ડર આપ્યુ તો તો઼ડ્યા લગ્ન

લખનૌની આ વાત છે.નારાયણપુર ગામની આ ઘટના છે. અહીં બહાદુર અને સંધ્યા નામના બે વ્યક્તિના લગ્ન થવાના હતા.  સંધ્યાના પિતા નથી એટલે તેના કાકા લગ્ન કરાવી રહ્યા હતા. તેમની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી. આ વાત જાણવા છતાં પણ વરરાજાએ અપાચે બાઇકની માંગણીકરી. પરંતુ તેઓની ક્ષમતા ન હોવાથી તેઓ હોન્ડા સ્પ્લેન્ડર બાઇક આપી. આથી બહાદુરને લાગી આવતા તેણે લગ્નની ઘસીને ના પાડી દીધી અને જાન લઇને પરત ફરી ગયો. 

જયમાલા દરમિયાન સ્પ્લેન્ડર જોઇને ભડક્યો

બહાદુર અને સંધ્યાની જયમાલા થઇ તે વખતે તેની નજર સ્પ્લેન્ડર બાઇક પર પડી તો તે  ગુસ્સામાં લાલચોળ થઇ ગયો અને દુલ્હનને લગ્નની ના પાડી દીધી. કન્યાપક્ષના લોકો કલાકો સુધી મનાવતા રહ્યા પરંતુ તે એકનો બે ન થયો.  જાનમાં લઇને આવેલા સગા સબંધીઓને લઇને લગ્ન મંડપમાંછી નીકળી ગયો. 

ઘરેણા અંગે કન્યાપક્ષે ઉઠાવ્યો હતો વાંધો

વળી લગ્નમાં વરરાજા દ્વારા લાવેલા ઘરેણાં સામે છોકરીના પક્ષે વાંધો ઉઠાવ્યો અને નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે પણ ઘણી લાંબી દલીલો ચાલી હતી. જ્યારે મોડી રાત્રે જાન પરત ફરી ત્યારે સંધ્યાએ તેના રુમમાં જઇને ગળે ફાંસો ખાઇ લીધો. સંધ્યાના આત્મહત્યાના સમાચાર સામે આવતા જ પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો.   પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

apache bike hero splendor અપાચે બાઇક લખનૌ સ્પોર્ટ્સ બાઇક Lucknow

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ