બ્રેકિંગ ન્યુઝ
બિગ બોસ એ ટીવીની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય રિયાલિટી શો છે, તેથી તેની સફળતાને જોઈને, મેકર્સ બિગ બોસ ઓટીટી વર્ઝન લઈને આવ્યા હતા. જાણીતું જ છે કે તેને પણ જબરદસ્ત સફળતા મળી હતી. OTTની પહેલી સિઝનમાં દિવ્યા અગ્રવાલ વિજેતા બની અને ત્યાર બાદ યુટ્યુબર એલ્વિશ યાદવ વિજેતા બન્યા હતા. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ તેનો ત્રીજો ભાગ લાવી રહ્યા છે અને એક નવું અપડેટ સામે આવ્યું છે.
ADVERTISEMENT
Salman Khan's Reality Show Bigg Boss OTT 3's New Season Starts On 15 May, Are You Guys Excited About This One Let Us Know In The Comment Box>>>> #Biggbossott pic.twitter.com/Jjf1ddDAAD
— Telly Reporter (@TellyReporter) April 8, 2024
ADVERTISEMENT
લાંબા સમયથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે આખરે સારા સમાચાર આવ્યા છે. નિર્માતાઓએ શોના ઓટીટી વર્ઝનના પ્રીમિયર અંગે અપડેટ શેર કર્યું છે. આ સાથે શોમાં સામેલ થનારા સંભવિત કન્ટેસ્ટન્ટ નામ પણ આવવા લાગ્યા છે. સાથે જ હવે બિગ બોસ OTT 3 ની પ્રીમિયર તારીખ જાહેર થઈ ગઈ છે. ચાલો જાણીએ કે બિગ બોસ OTT 3નું પ્રીમિયર કયા દિવસે આવશે.
રિપોર્ટ્સ અનુસાર, બિગ બોસ OTT 3નું પ્રીમિયર આવતા મહિને 15 મેના રોજ આવે તેવી શક્યતા છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. હાલમાં, શો વિશે વધુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ઘણા કન્ટેસ્ટન્ટ મેકર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. જણાવી દઈએ કે બિગ બોસ 17ના ફિનાલેથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અંકિતા લોખંડેના પતિ વિકી જૈન OTT 3નો ભાગ બની શકે છે. આ ઉપરાંત, તમે શોમાં દલજીત કૌર, શહેઝાદ ધામી, પ્રતિક્ષા હોનમુખે અને અરહાન બહેલ જેવા ચહેરાઓ પણ જોઈ શકો છો.
ADVERTISEMENT
તાજેતરમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ 'કુછ-કુછ હોતા હૈ'માં અને કરણ જોહરની 'સ્ટુડન્ટ ઑફ ધ યર'માં જોવા મળેલી અભિનેત્રી સના સઈદનું નામ પણ સામે આવ્યું હતું કે તે પણ સલમાન ખાનના રિયાલિટી શોમાં જોવા મળવાની છે. જો કે આ અંગે તેમના તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.