બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 2 કરોડનો વીમો, સસ્તી લોન અને...! સરકારી કર્મચારીઓને કેન્દ્રની 'મેગા ગિફ્ટ'

તમારા કામનું / 2 કરોડનો વીમો, સસ્તી લોન અને...! સરકારી કર્મચારીઓને કેન્દ્રની 'મેગા ગિફ્ટ'

Jinal Chauhan

Last Updated: 03:31 PM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીઓની મોટી ભેટ આપતા નાણા મંત્રાલયના નાણા સેવા વિભાગે એક નવી સર્વિસની શરૂઆત કરી છે જેને સેલેરી એકાઉન્ટ પેકેજ કહેવામાં આવી રહ્યું છે. જેમાં વીમા,લોન સહિત ઘણી સુવિધા આપવામાં આવશે.

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે એક મોટી ભેટ આપી છે. સરકારે કર્મચારીઓ માટે પબ્લિક સેક્ટરની બેન્કની મદદથી નવું સેલેરી એકાઉન્ટ પેકેજ શરૂ કર્યું છે. સેલેરી એકાઉન્ટ પેકેજ હેઠળ કર્મચારીઓને એક જ જગ્યાએ બધી નાણાકીય સુવિધા આપવામાં આવશે. તેમને સસ્તી લોનથી માંડીને કરોડોનો વીમાનો લાભ આ એકાઉન્ટ હેઠળ આપવામાં આવશે.

નાણા મંત્રાલયના નાણા સર્વિસ વિભાગે આ સુવિધાને શરૂ કરી છે. નાણા મંત્રાલયે કહ્યું કે, સુવિધા કેન્દ્રીય સરકારના કર્મચારીઓની નાણાકીય સ્થિતિ અને સામાજિક સુરક્ષાને વધારવાની દિશામાં એક મહત્વનું પગલું છે. આ પહેલ સરકારના વિકિસિત ભારત 2047ના વિઝન અને 2047 સુધી તમામ માટે વીમાની રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાના અનુરૂપ છે.

vtv app promotion

આ પણ વાંચોઃ શું રાજ્ય પોલીસ ED ઓફિસમાં રેડ પાડી શકે? ઝારખંડમાં કાર્યવાહી પર ઉઠ્યાં અનેક સવાલ

નાણા વિભાગે જણાવ્યું હતું કે આનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકારના કર્મચારીઓને એક જ ખાતા હેઠળ બેંકિંગ અને વીમા લાભોનું પેકેજ પૂરું પાડવાનો છે. આ પેકેજ બેંકો સાથે પરામર્શ કરીને કાળજીપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી તમામ કેટેગરીના કર્મચારીઓ (ગ્રુપ A, B અને C) માટે મહત્તમ કવરેજ, ઇક્વિટી અને સુવિધા સુનિશ્ચિત થાય. લાભો ત્રણ કેટેગરીમાં પૂરા પાડવામાં આવે છે.

બેંકિંગ સુવિધાઓ

  • અદ્યતન સુવિધાઓ સાથે ઝીરો બેલેન્સ પગાર ખાતું
  • મફત મની ટ્રાન્સફર (RTGS/NEFT/UPI) તેમજ ચેક
  • ઘર, શિક્ષણ, વાહન અને વ્યક્તિગત જરૂરિયાતો માટે લોન પર ઓછા વ્યાજ દર
  • લોન પ્રોસેસિંગ ચાર્જમાં મુક્તિ
  • લોકર ભાડા પર ડિસ્કાઉન્ટ
  • કૌટુંબિક બેંકિંગના લાભો

વીમા કવરેજ

  • વ્યક્તિગત અકસ્માત વીમો: ₹1.50 કરોડ સુધી
  • હવાઈ અકસ્માત વીમો: ₹2 કરોડ સુધી
  • કાયમી સંપૂર્ણ અથવા આંશિક અપંગતા વીમો: ₹1.50 કરોડ સુધી
  • ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ: ₹20 લાખ સુધી, ટોપ-અપ વિકલ્પ સાથે સસ્તા પ્રીમિયમ પર વધારી શકાય
  • હેલ્થ વીમો: પોતાને અને પરિવાર માટે વ્યાપક કવરેજ, બેઝ પ્લાન અને વધારાની ટોપ-અપ સુવિધા સાથે

ડિજિટલ અને કાર્ડ સુવિધાઓ

  • ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર વિશેષ લાભ
  • એરપોર્ટ લાઉન્જ ઍક્સેસ, રિવોર્ડ્સ અને કેશબેક ઑફર્સ
  • અમર્યાદિત વ્યવહારો અને ઝીરો જાળવણી ફી

સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ (DFS) ની વેબસાઇટ, https://financialservices.gov.in પર પગાર ખાતાના પેકેજની વિગતો અપલોડ કરી છે. આ સુવિધા ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અથવા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ આ લાભ માટે પાત્ર નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

insurance benefit salary account package government employees
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ