બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શું રાજ્ય પોલીસ ED ઓફિસમાં રેડ પાડી શકે? ઝારખંડમાં કાર્યવાહી પર ઉઠ્યાં અનેક સવાલ

નિયમ / શું રાજ્ય પોલીસ ED ઓફિસમાં રેડ પાડી શકે? ઝારખંડમાં કાર્યવાહી પર ઉઠ્યાં અનેક સવાલ

Vidhata Gothi

Last Updated: 01:35 PM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ranchi ED Office Raid: રાંચીમાં રાજ્ય પોલીસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પર દરોડા પાડયા છે. એવામાં ચાલો જેની શું કાયદેસર રીતે પોલીસ આવું કરી શકે? જાણો શું છે આના નિયમ.

ED Office Raid: હાલમાં જ રાંચીમાં ઝારખંડ પોલીસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસ પર દરોડા પડ્યા. આ પછી તરત જ બંધારણીય અને કાનૂની ચર્ચા શરૂ થઈ ગઈ. ચર્ચાઓ એટલા માટે શરૂ થઈ કારણ કે સામાન્ય રીતે કેન્દ્રીય તપાસ એજન્સીઓ રાજ્ય પોલીસની દખલગીરી વિના સ્વતંત્ર રીતે કામ કરે છે. ત્યારે આ દરોડા પછી તરત જ ED ઝારખંડ હાઇકોર્ટ પહોંચ્યું અને ઝારખંડ હાઇકોર્ટે પોલીસની કાર્યવાહી પર સ્ટે લગાવી દીધો. ત્યારે ચાલો જાણીએ કે શું રાજ્ય પોલીસ ED જેવી કેન્દ્રીય એજન્સી પર કાયદેસર રીતે દરોડા પાડી શકે?

માહિતી પ્રમાણે, ઝારખંડ પોલીસ એક ED કર્મચારી દ્વારા લગાવવામાં આવેલા મારપિતના આરોપ પછી રાંચીમાં ED ઓફિસ પહોંચી હતી. પોલીસે દાવો કર્યો છે કે તેઓ ફોજદારી ફરિયાદ પર કાર્યવાહી કરી રહ્યા હતા અને પુરાવા એકત્રિત કરવા માટે ત્યાં ગયા હતા, જેમાં CCTV ફૂટેજ પણ સામેલ હતા. જોકે, EDએ આ કાર્યવાહીને તેની કામગીરીમાં સીધી દખલગીરી ગણાવી છે.

શું રાજ્ય પોલીસ પાસે ED પર કોઈ કાયદેસરનો અધિકાર છે?

કાયદાકીય રીતે રાજ્ય પોલીસ પાસે પોતાના અધિકાર ક્ષેત્રમાં નોંધાયેલા ફોજદારી ગુનાની તપાસ કરવાનો અધિકાર હોય છે. જો કોઈ વ્યક્તિ કેન્દ્ર સરકારના અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરે છે તો પોલીસ પુરાવા ભેગા કરવા માટે ઘટનાસ્થળે જઈ શકે છે. આનો અર્થ છે કે સંપૂર્ણ પણે ટેકનિકલ રીતે પોલીસ કોઈ પણ પરિસરમાં પ્રવેશ કરી શકે છે, જો તે કોઈ ફોજદારી કેસમાં સંબંધિત છે.

vtv app promotion

ક્યાં આવે છે સમસ્યા

સમસ્યા ત્યારે થાય છે કે જ્યારે કોઈ પણ પોલીસ કાર્યવાહી કોઈ કેન્દ્રીય એજન્સીના કામકાજમાં દખલ કરે છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 54(f) હેઠળ, રાજ્ય પોલીસે EDને તેની તપાસમાં મદદ કરવી કાયદાકીય રીતે જરૂરી છે. કોઈપણ કાર્યવાહી જે કેન્દ્રીય એજન્સીને રોકે છે કે પછી ડરાવે છે તેને બંધારણના સંઘીય માળખાનું ઉલ્લંઘન માનવામાં આવી શકાય છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજથી બંગાળ-આસામના પ્રવાસ પર, આપશે હજારો કરોડના પ્રોજેક્ટ્સની ભેટ

શું કોર્ટ આવા મામલે પોલીસ કાર્યવાહી રોકી શકે?

સુપ્રીમ કોર્ટ અને અલગ-અલગ હાઇકોર્ટે એવું કહ્યું છે કે પોલીસ તપાસ કાયદેસર હોય છે. પરંતુ જો કોઈ પણ તપાસથી સંસ્થાકીય સ્વતંત્રતાને ખતરો અનુભવાઈ રહ્યો હોય તો કોર્ટ દાખલ કરી શકે છે. ED જેવી કેન્દ્રીય એજન્સીઓ સાથે જોડાયેલા કેસોમાં, કોર્ટ ઘણીવાર પોલીસ કાર્યવાહી પર સ્ટે લગાવી દે છે જેથી PMLA જેવા કેન્દ્રીય કાયદા હેઠળ તપાસમાં કોઈ અવરોધ ન આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ED Office Raid ED Office Ranchi Jharkhand Police
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ